Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : સો. મીડિયાથી સંપર્કમાં આવ્યા, પ્રેમ થતાં સગીર કિશોરી સગીર પ્રેમી સાથે ભાગી, આ રીતે ઝડપાયા

Bharuch : સોશિયલ મીડિયાના જમાનામાં ઈન્સ્ટાગ્રામ પર 3 વર્ષ અગાઉ આદિવાસી સગીર કિશોર લઘુમતી સગીર કિશોરીના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા સગીર કિશોરી નર્મદા ચોકડી આવી સગીર કિશોર પ્રેમીને ફોન કરી બંને ભાગી જતા પોલીસે ગણતરીનાં કલાકોમાં...
bharuch   સો  મીડિયાથી સંપર્કમાં આવ્યા  પ્રેમ થતાં સગીર કિશોરી સગીર પ્રેમી સાથે ભાગી  આ રીતે ઝડપાયા

Bharuch : સોશિયલ મીડિયાના જમાનામાં ઈન્સ્ટાગ્રામ પર 3 વર્ષ અગાઉ આદિવાસી સગીર કિશોર લઘુમતી સગીર કિશોરીના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા સગીર કિશોરી નર્મદા ચોકડી આવી સગીર કિશોર પ્રેમીને ફોન કરી બંને ભાગી જતા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ બંનેને સગીર કિશોરનાં ઘરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

સો. મીડિયા પર સંપર્કમાં આવ્યા, પ્રેમ સંબંધ થતાં ઘરેથી ભાગ્યા

ભરૂચ જિલ્લાના (Bharuch) નબીપુર પોલીસ મથકમાં સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેની તપાસ ભરુચ એચ.ટી.યુ વિભાગના પીઆઇ ચૌધરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ગુમ સગીરા ભરૂચ તાલુકાના એક ગામના આદિવાસીના ઘરમાં હોવાની માહિતી મળતા પોલીસે તપાસ કરી હતી. ભરૂચના એક ગામમાં ગુમ સગીરાને જેની સાથે પ્રેમ હતો તેવા આદિવાસી સગીર કિશોરના ઘરમાંથી મળી આવી હતી. પોલીસે (Nabipur Police) બંનેનો કબજો મેળવી કાર્યવાહી કરતા જાણવા મળ્યું કે, સગીર વયની કિશોરીએ તેના સગીર પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. ફોન પર વાતચીત મુજબ સગીરા નર્મદા ચોકડી સુધી આવી હતી અને સગીર કિશોર પોતાની બાઈક પર બેસાડી બંને રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

સુરત, વડોદરામાં ભટક્યા પછી સગીર પ્રેમીના ઘરે રહેવા લાગ્યા

જો કે, કોઈ ટ્રેન ન હોવાના કારણે તેઓ ત્યાંથી નીકળી અન્ય વાહનો મારફતે બે દિવસ સુધી સુરત (Surat) અને વડોદરા (Vadodara) ભટક્યા હતા. અંતે સગીરાને ભગાડી જોનાર સગીર કિશોર તેના ઘરે આવ્યો હતો અને બંને સાથે રહેતા હતા. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને શોધી કાઢી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે બંને સગીર કિશોરની પૂછપરછ કરતા સગીર કિશોર 17 વર્ષ અને સગીરા 16 વર્ષની હોવાનું ખુલ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસર મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે સગીર કિશોરને જુવેનાઇલ હોમમાં મોકલવાની કવાયત હાથ ધરી છે. ડીવાયએસપી સી.કે પટેલે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવી છેલ્લા 3 વર્ષથી બંને ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાન, બંનેને પ્રેમસંબંધ બંધાતા ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

આ પણ વાંચો - Bharuch: હેવાન હવસખોર પાડોશીએ 72 વર્ષની વૃદ્ધા ઉપર દાનત બગાડી, આચર્યું બળજબરીપૂર્વક દુષ્કર્મ

Tags :
Advertisement

.