Bharuch : લોકસભા ચૂંટણી પહેલા AAP નેતા ચૈતર વસાવાએ કહ્યું - હું આપનો ધારાસભ્ય છું એટલે...
જ્યારે પણ કોઈ ચૂંટણી આવતી હોય ત્યારે અન્ય પક્ષમાં જવા માટેનો ભરતી મેળો યોજાતો હોય છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) સામે છે અને તેમાંય ભરૂચ (Bharuch) લોકસભા બેઠક પર આપ અને કોંગ્રેસના (Congress) ગઠબંધન વચ્ચે કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં ઉતાર્યું છે અને આપના (AAP) ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડે તેવી માગ સાથે પત્રકાર પરિષદ યોજી હતી. પરંતુ, આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ઘણા કોંગ્રેસી નેતા પક્ષપલ્ટો કરે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક પર આપ અને કોંગ્રેસના (Congress) ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસી નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને આવનાર સમયમાં ભરૂચ જિલ્લો કોંગ્રેસમુક્ત થઈ જાય તેવા એંધાણો વચ્ચે કોંગ્રેસીઓએ પણ હાલમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે કોંગ્રેસના સિમ્બોલ પર ઉમેદવારી કરે અને ચૂંટણી લડે તેવી માગ સાથે ભરૂચ (Bharuch) જિલ્લાના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા (Parimal Singh Rana) અને પ્રદેશ અગ્રણી સંદીપ માંગરોલાએ (Sandeep Mangrola) ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.
કોંગ્રેસ અગ્રણીઓએ યોજેલી પત્રકાર પરિષદમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં કેટલાક કોંગ્રેસી નેતા ઈચ્છે છે કે જે પણ ઉમેદવાર હોય તે કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડે. પરંતુ, બીજી તરફ હાલમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે AAP ના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાયા છે અને ચૈતર વસાવાએ (Chaitar Vasava) પણ આ અંગે કહ્યું કે, હું આપનો ધારાસભ્ય છું અને સ્વાભાવિક છે કે મારે AAP ના સિમ્બોલ પર ચૂંટણી લડવી પડે અને મોવડીમંડળ જે નક્કી કરશે તેને અમે વળીને રહીશું.
સામાન્ય રીતે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણી હોય હંમેશા કોંગ્રેસી હોદ્દેદારોમાં વિવાદ ઊભો થતો હોય છે અને ઘણી વખત તો કોંગ્રેસ કાર્યાલયનાં કાચ પણ ફૂટી ચૂક્યા છે. કોંગ્રેસમાં જ્યાં સુધી એકતા નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય સત્તા પર નહીં આવે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. પરંતુ, હાલ તો ઘણા કોંગ્રેસી નેતાઓ AAP ના ઉમેદવાર ચૈતર વસાવાને (Chaitar Vasava) સમર્થન આપતા લેટરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જો કોંગ્રેસી નેતાઓ AAP ને સહકાર આપી ચૈતર વસાવાની જીતાડવાના પ્રયાસ કરે તે પણ જરૂરી છે.
આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસીઓ પક્ષપલ્ટો કરે તેવા અણસાર
આપ અને કોંગ્રેસના (Congress) ગઠબંધન વચ્ચે કેટલાક નારાજ થયેલા કોંગ્રેસીઓ અન્ય પક્ષનો ખેસ ધારણ કરે તો નવાઈ નહીં. કારણ કે, ઘણા કોંગ્રેસી નેતાઓ અન્ય પક્ષમાં જવા માટે ઉત્સુક હોવાનું પણ માનવામાં આવે છે. સામાન્ય રીતે કોઈપણ હોદ્દેદાર અન્ય પક્ષમાં જાય તો તે પ્રજાના હિત માટે અન્ય પક્ષમાં જતા નથી પોતાના ફાયદા માટે જ જતા હોય તેવું લોકો માની રહ્યા છે.
કોંગ્રેસ કાર્યાલય પર AAP પાર્ટીનું બેનર લગાડીશું:- યુવા પ્રમુખ નિખિલ શાહ
ભરૂચ (Bharuch) જિલ્લામાં આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ હવે ભરૂચ કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે એટલે કોંગ્રેસ કાર્યાલય હવે બંધ થઈ જશે. કોંગ્રેસ (Congress) કાર્યાલય પર આમ આદમી પાર્ટીનું બેનર લગાડીને કોંગ્રેસીઓ હવે અન્ય પક્ષોમાં જશે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત બની રહ્યો છે.
અહેવાલ : દિનેશ મકવાણા
આ પણ વાંચો - Girnar : ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ, અમલવારી માટે 6 ટીમોની રચના!