Banaskantha : 'હરણી હત્યાકાંડ' પછી પણ નથી સુધરતા શાળા સંચાલકો! વિધાર્થીઓની જોખમી સવારીનો Video વાયરલ
વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન દુર્ઘટનાના (Harani Lake Zone Tragedy) ઘાવ હજી પણ તાજા છે. આ ગોઝારીએ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનામાં 12 માસૂમ ભૂલકાંઓ અને 2 શિક્ષિકાના મોત થયાં હતાં. આ ઘટના બાદ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઊઠ્યા હતા. ત્યારે હરણી લેક ઝોન દુર્ઘટનાથી પણ શાળા સંચાલકો દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી એવી તસવીર બનાસકાંઠાથી (Banaskantha) સામે આવી છે.
બનાસકાંઠામાં વિદ્યાર્થીઓની જોખમી સવારી
ભાભરના કપરુપુર પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓની જોખમી સવારી
50વિદ્યાર્થીઓને જીપમાં ઘેટાંબકરાની જેમ ભર્યા
વિદ્યાર્થીઓ સાથે 4 શિક્ષકોએ પણ જોખમી સવારી કરી#Gujarat #Banaskantha #Students #DangerousRide #Bhabhar #Management #GujaratFirst pic.twitter.com/CsCViuW5I3— Gujarat First (@GujaratFirst) February 14, 2024
બનાસકાંઠાના (Banaskantha) જિલ્લાના સરહદી વિસ્તારની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો એક વીડિયો સામે આવ્યો છે. ભાભરના કપરુપુર પ્રાથમિક શાળાના (Kaprupur Primary School) 50 વિધાર્થીઓને એક જીપડાલામાં ખીચોખીચ અને ઘેટાં બકરાની જેમ લઈ જવાતાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દેખાય છે કે એક જીપડાલામાં 50 વિદ્યાર્થીઓને ઘેટાં બકરાની જેમ ભરાયાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ વિદ્યાર્થીઓ સાથે 4 શિક્ષકો પણ જીપડાલામાં જોખમી સવારી કરતા દેખાયા છે.
માહિતી મુજબ, જોખમી મુસાફરી કરતા શાળાના શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધી ના હોવાનું પણ વીડિયોમાં કબૂલ્યું છે. ત્યારે જો કોઈ હોનારત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે. આ વીડિયો સામે આવતા જિલ્લા ટ્રાફિક પોલીસની (Traffic Police) બેદરકારી પણ સામે આવી છે. ટ્રાફિક પોલીસની ઉદાસીનતા અને રહેમ નજરે આવા વાહનચાલકો બેફામ બન્યા હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે હવે આ વાયરલ વીડિયોમાં જવાબદાર લોકો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે. બેદરકાર શાળાના સંચાલકો વિરુદ્ધ ક્યારે કડક પગલાં લેવામાં આવશે? તેવા સવાલો ઊઠી રહ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : મણિનગરમાં બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડતા 5 દટાયા