Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Satta Bazaar માં વધુ એક બુકીએ બહાર પાડ્યા ભાવ, રૂપાલા, પૂનમ માડમ સહિત BJP ઉમેદવારોને લઈ કર્યાં આ દાવા!

રાજ્યમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પૂર્ણ થયું છે. 4 જૂનના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. દરમિયાન, ચૂંટણી પરિણામ અને ઉમેદવારોને લઈ સટ્ટાનું બજાર (Satta Bazaar) પણ ગરમાયું છે. સટ્ટાબજારમાં વધુ એક બુકીએ ભાવ બહાર પાડ્યા છે. સટ્ટા...
satta bazaar માં વધુ એક બુકીએ બહાર પાડ્યા ભાવ  રૂપાલા  પૂનમ માડમ સહિત bjp ઉમેદવારોને લઈ કર્યાં આ દાવા

રાજ્યમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પૂર્ણ થયું છે. 4 જૂનના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. દરમિયાન, ચૂંટણી પરિણામ અને ઉમેદવારોને લઈ સટ્ટાનું બજાર (Satta Bazaar) પણ ગરમાયું છે. સટ્ટાબજારમાં વધુ એક બુકીએ ભાવ બહાર પાડ્યા છે. સટ્ટા બજારમાં થઈ રહેલી ચર્ચાઓ મુજબ, ગુજરાતની 2 બેઠક પર ભાજપને 5 લાખથી વધુની લીડ મળી શકે છે. જ્યારે કચ્છ (Kutch), વડોદરા, રાજકોટ (Rajkot), બનાસકાંઠા, આણંદ અને જામનગર (Jamnagar) બેઠકને લઈને પણ સટ્ટાબજારના ભાવ સામે આવ્યા છે.

Advertisement

સટ્ટા બજારમાં BJP ના આ ઉમેદવારો હોટ ફેવરિટ

રાજ્યમાં લોકસભાની 25 બેઠકો પર ચૂંટણીને લઈ સટ્ટા બજાર ગરમાયું છે. વિવિધ બેઠકો માટે વધુ એક બુકીએ ભાવ બહાર પાડ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, સટ્ટા બજારની ચર્ચા પ્રમાણે કચ્છમાં બીજેપીના ઉમેદવાર વિનોદ ચાવડાને 2 લાખની લીડ મળવાની શક્યતા છે. જ્યારે વડોદરા (Vadodara) બેઠક પર ડો. હેમાંગ જોશીને 3 લાખની લીડ મળવાની સંભાવના છે. હોટ ફેવરિટ ઉમેદવારોની વાત કરીએ તો રાજકોટમાં પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala), જામનગરમાં પૂનમ માડમ (Poonam Madam), બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, આણંદમાં મિતેષ પટેલ હોટ ફેવરિટ ઉમેદવાર છે. રાજકોટ, જામનગરમાં ભાજપની જીતની શક્યતા વધતા ભાવ ઘટ્યા છે.

પરશોત્તમ રૂપાલાનો ભાવ 7 પૈસાથી ઘટીને 2 પૈસા થયો

પ્રાપ્ત અહેવાલ મુજબ, બુકીના જણાવ્યા અનુસાર સટ્ટાબજારમાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાનો ભાવ 7 પૈસાથી ઘટીને 2 પૈસા બોલાઈ રહ્યો છે. જ્યારે સટ્ટા બજારમાં (Satta Bazaar) આણંદમાં ભાજપ ઉમેદવાર મિતેષ પટેલનો (Mitesh Patel) ભાવ 30 પૈસાથી ઘટીને 8 પૈસા સુધી પહોંચ્યો છે અને બનાસકાંઠામાં BJP ના ઉમેદવાર રેખાબેન ચૌધરી (Rekhaben Chaudhary) હોટ ફેવરિટ છે અને ભાવ 25 પૈસાથી ઘટીને 10 પૈસા સુધી બોલાઈ રહ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Satta Bazaar : જામનગર અને આણંદ બેઠક પર આ ઉમેદવાર હોટ ફેવરિટ, કરોડોનો રમાયો સટ્ટો!

આ પણ વાંચો - Satta Bazaar : બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં આ ઉમેદવાર પર રમાયો કરોડોનો સટ્ટો! જાણો કોણ છે હોટ ફેવરિટ

આ પણ વાંચો -Bharuch બેઠક પર મામા-ભાણેજ વચ્ચે કાંટાની ટક્કર

Tags :
Advertisement

.