Ahmedabad : જાહેર માર્ગ પર ચાલુ બાઈકે અભદ્ર હરકતો કરતા યુવક-યુવતીનો Video વાઈરલ
જાહેર માર્ગ પર વાહનો થકી જીવના જોખમે સ્ટંટ કરતા લોકોના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ, તેમ છતાં આવા વીડિયો સતત સામે આવે છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) નિકોલથી (NIkol) એવો જ એક વીડિયો આવ્યો છે પરંતુ આ વીડિયોમાં યુવક યુવતી જાહેર માર્ગ પર ચાલુ બાઇક પર અભદ્ર હરકતો કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો સામે આવતા નિકોલ ટ્રાફિક પોલીસે (Traffic Police) કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં જાહેર માર્ગ પર એક બાઈકસવાર યુવક-યુવતી શરમ નેવે મુકીને ચાલુ બાઇકે અભદ્ર હરકતો કરતા નજરે પડે છે. જાહેરમાં અભદ્ર હરકતો કરતા આ યુવક યુવતીનો વીડિયો પાછળ આવી રહેલા કારચાલકે પોતાના મોબાઈલથી બનાવ્યો હતો. ચાલુ બાઈકે જીવના જોખમ સાથે અભદ્ર વર્તન કરતા યુવક યુવતીનો વીડિયો સામે આવતા નિકોલ ટ્રાફિક પોલીસે (Traffic Police) કાર્યવાહી હાથ ધરી હતી.
મોટર વિહિકલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
નિકોલ ટ્રાફિક પોલીસે (Nikol Traffic Police) વાઈરલ વીડિયો અને સીસીટીવીના (CCTV) આધારે તપાસ આદરી બાઈકસવાર યુવકને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં યુવકની ઓળખ મહેશ રામવા (Mahesh Ramwa) તરીકે થઈ હતી. યુવક વિરુદ્ધ મોટર વિહિકલ એક્ટ (Motor Vehicle Act) અને Gp એક્ટ મુજબ ગુનો નોંધી ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો - સુરત-અમદાવાદ હાઈવે પર આવેલી હોટલ Gujarat First ના Reality Check માં ફેઇલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ