AHMEDABAD : ચોમાસુ આવ્યું પણ શહેરમાં હજુ રસ્તાઓ ખોદેલા
AHMEDABAD : રાજ્યમાં હાલની સ્થિતિમાં ચોમાસુ (GUJARAT MONSOON) નવસારી સુધી પહોંચી ચૂક્યું છે. ત્યારે અમદાવાદ (AHMEDABAD) શહેરમાં પણ છુટો છવાયો વરસાદ પડ્યો હતો. પરંતુ તેમ છતાં અમદાવાદમાં રસ્તાઓનું કામ હજુ પણ બાકી રહી ગયું હોય તેમ લાગે છે.
રસ્તો બંધ હાલમાં હોવાથી ટ્રાફિક જામ
અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા તમામ જગ્યા પર રસ્તાઓના કામ પૂર્ણ કરવા આદેશ કર્યો છે. પરંતુ તે આદેશો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. શહેરના AEC ચાર રસ્તા નજીકથી હેલ્મેટ સર્કલ સુધીનો એક તરફનો રસ્તો બંધ હાલતમાં છે. જેને લઇને વાહન ચાલકોને વધારે ફરવા માટે મજબૂર થવું પડ્યું છે. અહીંયા બ્રિજના નીચે તરફ રસ્તો બંધ હાલમાં હોવાથી ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાય છે.
BRTS ટ્રેકમાં વાહન ચલાવવા મજબૂર
સ્થાનિક લોકોએ જ્યારે ગુજરાત ફર્સ્ટે (GUJARAT FIRST) વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું હતું કે અહીંયા 1 મહિના પહેલા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી શરૂ કરી ત્યારે માત્ર એક અઠવાડિયા સુધી કામ ચાલ્યું અને પછી કામ બંધ કરી દેવાયુ છે. સાંજે અહીંયાથી વાહન ચાલકો BRTS ટ્રેકમાં વાહન ચલાવવા માટે મજબૂર બનતા હોય છે.
ત્યારે તંત્ર કામ કરે છે
ત્યારે હવે એ જોવાનું રહ્યું કે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતું અમદાવાદ કોર્પોરેશન ક્યારે સમયસર કામગીરી કરતા શીખશે. કેમકે જ્યારે જ્યારે ચોમાસુ નજીક આવે છે ત્યારે ત્યારે તંત્ર કામ કરે છે બાકી કોઈ કામ કરતું નથી.
અહેવાલ - પ્રદિપ કચિયા, અમદાવાદ
આ પણ વાંચો -- VADODARA : ડભોઈનો સરિતા ફાટક બ્રિજ 7 દિવસ વાહન વ્યવહાર માટે બંધ