Ahmedabad : સોડા પીતા પહેલા બોટલ જરૂર ચેક કરજો, કાનખજૂરો નીકળ્યો હોવાનો યુવકનો આક્ષેપ
Ahmedabad : રાજ્યમાં ઘણા લોકો બહારનું જમવાનું પસંદ કરે છે. પરંતુ, ઘણીવાર હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે અથવા ફાસ્ટ ફૂડની દુકાનોમાં જમવા ગયેલા લોકોને કડવો અનુભવ થતો હોય છે. કારણ કે, ભોજનમાંથી જીવાત નીકળવાના બનાવ આપણી સામે સતત આવતા હોય છે. ત્યારે હવે સોડાની બોટલમાંથી કાનખજૂરો નીકળ્યો હોવાનો આક્ષેપ એક યુવક થકી કરવામાં આવ્યો છે.
ફરાળી સોડાની બોટલમાંથી નીકળ્યો કાનખજૂરો
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના (Ahmedabad) સરખેજ (Sarkhej) વિસ્તારમાં રહેતા એક યુવકે આ આક્ષેપ કર્યો છે. યુવકના આરોપ મુજબ, તેણે એક પાન પાર્લર પરથી ફરાળી સોડાની (stray soda) બોટલ ખરીદી હતી. જો કે, આ બોટલમાંથી કાનખજૂરો નીકળ્યો હતો. આ ઘટનાનો યુવકે વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલે જ્યારે આરોગ્ય વિભાગને (Health Department) જાણ થઈ તો કાર્યવાહી કરી યુવકે જ્યાંથી સોડા ખરીદી હતી તે પાન પાર્લરને સીલ કરવામાં આવ્યું છે.
એલેન ઇન્સ્ટિટયૂટની હોસ્ટેલમાં ભોજનમાંથી ગરોળી-વંદા નીળ્યાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદનાં શીલજ (Shilaj) વિસ્તારમાં આવેલ એલેન ઇન્સ્ટિટયૂટની (Allen Institute) હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાંથી ગરોળી (Lizards) અને વંદા (Cockroaches) નીકળ્યા હોવાની ઘટના બની હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પ્રસારિત કરવામાં આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. આ મામલે આરોગ્ય વિભાગે (Health Department) કાર્યવાહી કરીને દરોડા પાડી સંસ્થાને દંડ ફટકાર્યો હતો. જ્યારે સંસ્થાએ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો - Allen Institute : લાખોની ફી વસૂલતા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ! Gujarat First એ દર્શાવી વિદ્યાર્થીઓની વેદના
આ પણ વાંચો - ખોરાકમાંથી ગરોળી-વંદા નીકળતા Allen Institute ની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો ભારે હોબાળો!
આ પણ વાંચો - VADODARA : ચેપી રોગોનું દવાખાનું હાઉસફુલ થવાની તૈયારીમાં