'ગાઝા હવે પહેલા જેવું ક્યારેય નહીં બની શકે, 180 ડિગ્રી બદલાઇ જશે' ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાનનું નિવેદન
ઇઝરાયલના રક્ષા મંત્રી તરફથી હમાસ માટે મોટી ચેતવણી આપવામાં આવી છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ, ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે મંગળવારે કહ્યું કે ઈઝરાયેલના સંરક્ષણ દળો હમાસના ઠેકાણા પર 'પૂર્ણ હુમલા' ની રણનીતિનો અમલ કરી રહ્યા છે. આતંકવાદી હુમલા સામે જવાબી કાર્યવાહી ચાલી રહી છે. ગાઝા સરહદ પર તૈનાત સૈનિકોને સંબોધતા ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે અને વિસ્તાર પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. શનિવારે હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો.
હવે બધું 180 ડિગ્રી બદલાઈ જશે
યોવ ગેલન્ટે કહ્યું, 'મેં તમામ પ્રતિબંધો હટાવ્યા છે. અમે વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું છે અને સંપૂર્ણ હુમલા તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાઝા 'તે જે પરિસ્થિતિમાં હતું તે સ્થિતિમાં ક્યારેય પાછું નહીં ફરે..' ગેલન્ટના શબ્દો હતા, 'તમારી પાસે અહીં વાસ્તવિકતા બદલવાની ક્ષમતા હશે. તમે કિંમત ચૂકવી છે અને હવે તમે ફેરફાર જોવા મળશે. હમાસ ગાઝામાં પરિવર્તન ઇચ્છે છે અને અમે તેને સાકાર કરીશું,' ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયેલના અહેવાલમાં ગેલન્ટને ટાંકવામાં આવ્યું હતું. ગેલન્ટે કહ્યું છે કે, 'હમાસ જે વિચારે છે તે અમે કરીશું અને હવે બધું 180 ડિગ્રી બદલાઈ જશે.'
હમાસને પસ્તાવો થશે
રક્ષા મંત્રીએ કહ્યું, 'હમાસને તે ક્ષણે અફસોસ થશે. ગાઝા જેવું હતું તેવું ક્યારેય નહીં થાય. તેમણે કહ્યું કે ઇઝરાયેલ તેની તમામ શક્તિ સાથે અને કોઈપણ સમાધાન વિના તે દરેક વ્યક્તિને ખતમ કરશે જે , શિરચ્છેદ કરવા, મહિલાઓની હત્યા કરવા કે, નરસંહારમાંથી બચી ગયેલા લોકોને મારી નાંખવા આવશે . તેમણે સંકેત આપ્યો કે આ યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે. મંગળવારે ગેલન્ટના સંબોધન પછી, IDF પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હમાસના વરિષ્ઠ સભ્યોને મારવા એ ટોચની પ્રાથમિકતા છે,
આતંકવાદીઓને તમે જ્યાં જુઓ ત્યાં મારી નાખો
તેમણે કહ્યું કે IDFને સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે કે આતંકવાદીઓ જ્યાં દેખાય ત્યાં તેમને મારી નાંખો . તેમની તલાશી લઇ પછી તેમને ખતમ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ સરહદને વધુ મજબૂત કરી રહ્યું છે. ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આતંકવાદીઓ વાડ સુધી પહોંચે તે પહેલા જ માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે કિબુટ્ઝ બેરીમાં 103 આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે હમાસના બંદૂકધારીઓએ કિબુત્ઝમાં 100 થી વધુ ઇઝરાયેલીઓની હત્યા કરી હતી.