Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

France Rape Case: પેરિસ ઓલિમ્પિક જોવા આવેલી મહિલા સાથે થયો Gangrape , CCTV આવ્યા સામે

France Rape Case: France ની રાજધાની પેરિસમાં ઓસ્ટ્રેલિયાની મહિલા પ્રવાસીએ 5 વ્યક્તિઓ વિરુદ્ધ Gangrape નો કેસ નોંધાવ્યો છે. જોકે Paris olympic 2024 નું ગણતરીના દિવસો બાદ આયોજન કરવામાં આવશે. ત્યારે પેરિસની પોલીસે મામલાની ગંભીરતાને સમજીને આ કેસ કડક કાર્યવાહી શરૂ...
09:36 PM Jul 23, 2024 IST | Aviraj Bagda
Police investigate alleged gang rape of Australian woman in Paris

France Rape Case: France ની રાજધાની પેરિસમાં ઓસ્ટ્રેલિયાની મહિલા પ્રવાસીએ 5 વ્યક્તિઓ વિરુદ્ધ Gangrape નો કેસ નોંધાવ્યો છે. જોકે Paris olympic 2024 નું ગણતરીના દિવસો બાદ આયોજન કરવામાં આવશે. ત્યારે પેરિસની પોલીસે મામલાની ગંભીરતાને સમજીને આ કેસ કડક કાર્યવાહી શરૂ કરી છે. જોકે પેરિસ ઓલિમ્પિકને કારણે પેરિસમાં હાલ 60 હજારથી વધુ પોલિસોને તૈનાત કર્યા છે. તે ઉપરાંત આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે.

તો મહિલાના જણાવ્યા અનુસાર, એક ક્લબની અંદરથી તેણી નશાની હાલતમાં નીકળી હતી. જ્યારે તેણી ઘર તરફ પરત ફરી રહી, ત્યારે પરિસ્થિતિનો લાભા ઉઠાવીને 5 અજાણ્યા લોકોએ તેને સેંટ્રલ પેરિસના કોઈ અવાવરું સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તો જ્યારે તેણી હોશમાં આવી ત્યારે તેણી નજીકના એક રેસ્ટોરેન્ટમાં પહોંચી હતી. ત્યાં તેણે મદદ માટે ગુહાર કરી હતી. જે બાદ રેસ્ટોરેન્ટના માલિકે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી.

પેરિસમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ત્યારે France ની પોલીસે મહિલાના નિવેદન અનુસાર કડક તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત તમામ રેસ્ટોરેન્ટ અને ક્લબમાંથી CCTV ફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જાહેર રસ્તાઓ પર રાખવામાં આવેલા CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. જોકે 5 આરોપીઓ પૈકી અત્યાર સુધી કોઈ પણ પકડાયું નથી. તો બીજી તરફ Paris olympic 2024 ને ધ્યાનમાં રાખીને France સહિત પેરિસમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કુલ 10,500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો

જોકે Paris olympic 2024 2024 ને હવે, માત્ર ગણતરિના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પેરિસમાં કુલ 18 હજાર સરહદી સૈનિકો તૈનાત કર્યા છે. કારણ કે... આ વખેત Paris olympic 2024 ની અંદર કુલ 10,500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે. તે ઉપરાંત 1.5 કરોડ દર્શકો Paris olympic 2024 2024 ને જોવા માટે આવવાના છે.

આ પણ વાંચો: ETHIOPIA માં ભૂસ્ખલનની ઘટનાએ મચાવી તબાહી, 146 લોકોએ ગુમાવ્યો જીવ

Tags :
AustralianAustralian womanFranceFrance RapeFrance Rape CaseGujarat FirstOlympicolympic 2024ParisParis olympic 2024Touristwoman tourist
Next Article