Gujarat First Conclave 2024 : આજે મહેસાણાથી ગુજરાતી મીડિયા ઈતિહાસનો બીજો સૌથી મોટો કૉન્ક્લેવ, અહીં જુઓ Live
લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) તેના દર્શકો માટે એકવાર ફરી ખાસ અને વિશેષ કાર્યક્રમ લઈને આવ્યું છે. આજે એટલે કે 3 મેના રોજ દિવસભર ગુજરાતી મીડિયા ઇતિહાસનો બીજો સૌથી મોટો કૉન્ક્લેવ 2024 (Gujarat First Conclave 2024) યોજાશે. આ કૉન્ક્લેવ ગુજરાત ફર્સ્ટ દ્વારા મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાશે. આ કાર્યક્રમની શરૂઆત આજે સવારે 9.00 કલાકથી થશે. 'Gujarat First Conclave 2024' કાર્યક્રમના મંચ પર દિવસભર ગુજરાતના રાજકીય દિગ્ગજો, બૌદ્ધિકો સાથે સૌથી નિખાલસ સંવાદ યોજાશે. સાથે જ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ પર આરપારની વાતચીત થશે.
આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર
સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાતની (North Gujarat) ધરા પર યોજાનાર 'Gujarat First Conclave 2024, Mehsana' વિશેષ કાર્યક્રમમાં આજે ઉત્તર ગુજરાતની 5 બેઠકો સાથે જ રાજ્ય અને દેશની સીધી ચર્ચા થશે. મહેસાણાથી સૌથી શાનદાર, સૌથી રોમાંચક, સૌથી મોટા કૉન્કલેવમાં આજે આ જાણીતી હસ્તીઓ વચ્ચે સંવાદ યોજાશે.
Gujarat First ની YouTube ચેનલ પર અહીં જોઈ શકાશે LIVE પ્રસારણ :