Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્દિક પટેલની રાજનીતિને લઇ લાલજી પટેલ લાલઘૂમ, નામ લીધા વગર જાણો શું કહયું

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. એક સમયે કોંગ્રેસના  ગુણગાન ગાનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો છે. હાર્દિક પટેલની પણ કંઈક આવી જ પરિસ્થિતિ  થઇ છે તેમના જ લોકો હવે તેનો વિરોધ કરી રહ્યા છે. હાર્દિક પટેલને લઇ અનેક પાટીદાર નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.  SPG અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પટેલ પર શાબ્દિક પ્રહાર કર્àª
હાર્દિક પટેલની રાજનીતિને લઇ લાલજી પટેલ લાલઘૂમ  નામ લીધા વગર જાણો શું કહયું
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. એક સમયે કોંગ્રેસના  ગુણગાન ગાનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો છે. હાર્દિક પટેલની પણ કંઈક આવી જ પરિસ્થિતિ  થઇ છે તેમના જ લોકો હવે તેનો વિરોધ કરી રહ્યા છે. હાર્દિક પટેલને લઇ અનેક પાટીદાર નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.  SPG અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પટેલ પર શાબ્દિક પ્રહાર કર્યા છે.
SPG (સરદાર પટેલ ગ્રૂપ) અધ્યક્ષ લાલજી પટેલે સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં નામ લીધા વિના હાર્દિક પટેલ પર કર્યા શાબ્દિક પ્રહાર કર્યા હતા. લાલજી એટલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનની શરૂઆત SPGને સાથે લઈને થઈ હતી. અમારા કહેવાથી લાખો યુવાનો આંદોલનમાં જોડાયા હતા. ત્યારબાદ આંદોલનકારીઓએ આંદોલનને રાજકીય રંગ આપ્યો. હું 28 વર્ષથી પાટીદાર સમાજની સેવા કરુ છું. 
લાલજી પટેલે  હાર્દિક પટેલ પર નામ લીધા વગર નિશાન સાધતા કહયું કે લોકો રાજકારણમાં જોડાયા પણ પ્રશ્નો ઠેરના ઠેર છે. SPG બિન રાજકીય સંગઠન છે. અમે અમારી રાજકીય તાકાત દેખાડીશું. વોટની તાકાતથી અમે સત્તાધારી પક્ષને હરાવીશું. સુવર્ણ સમાજ અમારી સાથે છે. મારો કે મારા સાથીદારોનો રાજકારણ સાથે જોડાવાનો કોઈ ઉદ્દેશ પહેલા પણ ન હતો અને અત્યારે પણ નથી. પાટીદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે. જોઈ કોઈ પાર્ટી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તો તે ચોક્કસ તેમને ટેકો આપશે અને રાજકારણમાં જોડાશે. 
Advertisement
Tags :
Advertisement

.