ભરૂચમાં ટ્રાફિકને લઈ જિલ્લા પોલીસનો સપાટો, મોટી સંખ્યામાં વાહનો કર્યા ડિટેઇન
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ શહેર જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થઈ ગઈ છે અને છેલ્લા બે દિવસથી શ્રવણ ચોકડી અને એબીસી ચોકડી નજીક ટ્રાફિકનું ભારણ માથાના દુઃખાવા સમાન સાબિત થતા જ વહેલી સવારથી જ ભરૂચ જિલ્લા પોલીસવડાની સૂચનાથી નર્મદા ચોકડીથી બાયપાસ ચોકડી સુધીના અડચણરૂપ તમામ વાહનો દૂર કરી ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવાની કામગીરી પોલીસે કરતા વાહનચાલકોમાં ખળભળાટ મચી ગયો હતો.
ભરૂચ શહેર જિલ્લામાં સતત ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થયું ઉઠ્યા છે અને રોડ ઉપર જ વાહનો પાર્ક થતા હોવાના કારણે ટ્રાફિકજામનું ભારણ વધતું હોવાનો આરોપ લાગ્યો હતો. જેના પગલે ભરૂચમાં નર્મદા ચોકડીથી એબીસી ચોકડી ,મઢુલી ચોકડી, શ્રવણ ચોકડી, બાયપાસ ચોકડી સહિત વિવિધ જાહેર માર્ગો ઉપર આડેધડ પાર્ક કરવામાં આવતા વાહન ચાલકો સામે પોલીસે વહેલી સવારથી સપાટો બોલાવ્યો હતો અને રોડ ઉપર જ વાહનો પાર્ક કરી નોકરીએ જતા નોકરિયાતોના વાહનો પોલીસે જપ્ત કર્યા હતા.
રોડ ઉપર પાર્ક કરેલા વાહનો પોલીસે ટેમ્પામાં ભરી ડીટેઇન કરવાની કામગીરી કરી હતી જેના પગલે વાહન ચાલકોમાં ખળભળાટ મચી ગયો હતો અને જાહેર માર્ગો ઉપર થી પસાર થતા ફોરવીલ વાહનોના પણ કાચ કાળા બ્લુ ફિલ્મવાળા હોય તાત્કાલિક ધોરણે પોલીસે તમામ ફોરવીલ વાહનોના કાળા કાચની બ્લુ ફિલ્મ દૂર કરીને પણ ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવાના પ્રયાસો કર્યા હતા
ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યાને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને નોકરીયાતો તથા શાળા કોલેજ જતા વાહનો અટવાઈ રહ્યા હતા જેના પગલે ભરૂચ જિલ્લા પોલીસે પણ ટ્રાફિકોના નિયમોનું કડક પાલન કરવાની નગરજનોને સૂચના આપવા સાથે ભરૂચમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે સ્થાનિક એ ડિવિઝન બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ કાફલા અને સાથે રાખીને જાહેર માર્ગોના તમામ રોડ ઉપર પાર્ક કરેલા વાહનો જપ્ત કરવા સાથે તમામ વહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી
ભરૂચમાં કહેવાતું નવું નજરાણું સીટી બસ સેન્ટર કમાણી નું સાધન બની ગયું છે પાર્કિંગમાં પણ ટુ-વ્હીલર વાહનના 10 રૂપિયા અને ફોરવીલ વાહનના 30 રૂપિયા ચૂકવવા પડે છે ત્યારે સીટી સેન્ટર શોપિંગમાં ખરીદી અર્થે આવતા ગ્રાહકોએ પોતાના વાહનો ક્યાં પાર કરવા તે પ્રશ્નો ઉભો થયો છે..સીટી સેન્ટરમાં ગેરકાયદેસર રીતે વાહન ચાલકો પાસેથી પાર્કિંગના નામે રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની વાત પણ સામે આવી છે..
ભરૂચમાં નવું નજરાણું સીટી બસ સેન્ટર માં પાર્કિંગના ₹10 ટુ-વ્હીલર ના જ્યારે ફોરવીલર વાહનના 30 રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને આ સિટી સેન્ટરમાં રેસ્ટોરન્ટમાં 10 રૂપિયાના વડાપાવ માટે પણ ગ્રાહકે પાર્કિંગના દસ રૂપિયા ચૂકવવા પડતા હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેના પગલે સીટી સેન્ટર સંચાલકો માટે કમાણીનું સાધન બની ગયું હોય તેવો આક્ષેપ થયો છે પાર્કિંગનો ચાર્જ ચૂકવતા રસીદ આપવામાં આવે છે પરંતુ ઘણા વાહન ચાલકોને રસીદ આપવામાં આવતી ન હોય તેવું સામે આવ્યું છે..