Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્રનું સોગંધનામું, રાજ્યો પાસે નથી વસ્તી ગણતરીનો અધિકાર

આજે સુપ્રીમ કોર્ટમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ફરી સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી  લઈને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં સરકારે કહ્યું છે કે રાજ્યોને વસ્તી ગણતરી કરવાનો અધિકાર નથી. આ પહેલા 21 ઓગસ્ટે...
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્રનું સોગંધનામું  રાજ્યો પાસે નથી વસ્તી ગણતરીનો અધિકાર

આજે સુપ્રીમ કોર્ટમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ફરી સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી  લઈને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં સરકારે કહ્યું છે કે રાજ્યોને વસ્તી ગણતરી કરવાનો અધિકાર નથી. આ પહેલા 21 ઓગસ્ટે સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે જાતિ આધારિત  વસ્તી ગણતરી પર પ્રતિબંધની માંગણી કરતી અરજીઓ પર સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ભટ્ટીની કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો હતો. આ પછી 28 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી.અગાઉ કોર્ટમાં બિહાર સરકારે દલીલ કરી હતી કે રાજ્યમાં સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. તમામ ડેટા ઓનલાઈન પણ અપલોડ કરવામાં આવ્યો છે. આ પછી, અરજદાર વતી ડેટા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. હવે કોર્ટ આ મામલે સોમવારે ફરી સુનાવણી કરશે.

Advertisement

હાઈકોર્ટના નિર્ણય સામે એનજીઓએ અરજી દાખલ કરી હતી

હાઈકોર્ટના ચુકાદા સામે એનજીઓ "એક સોચ એક પ્રયાસ " દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી . એનજીઓ ઉપરાંત હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી હતી. બિહારના નાલંદાના રહેવાસી અખિલેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા જાતિ આધારિત વસ્તી ની વસ્તી ગણતરી કરવા માટે જારી કરવામાં આવેલ નોટિફિકેશન બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ છે. બંધારણની જોગવાઈઓ અનુસાર, વસ્તી ગણતરી કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકારને છે.

Advertisement

પટના હાઈકોર્ટે 1 ઓગસ્ટના રોજ બિહાર સરકારને લીલી ઝંડી આપી હતી

હકીકતમાં, પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ઉભા થયેલા પ્રશ્નોની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ પાર્થ સારથીની ડિવિઝન બેન્ચે સતત પાંચ દિવસ (3 જુલાઈથી 7 જુલાઈ સુધી) અરજીકર્તા અને બિહાર સરકારની દલીલો સાંભળી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. આ પછી 1 ઓગસ્ટના રોજ પટના હાઈકોર્ટે સીએમ નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી હતી. પટના હાઈકોર્ટે તેને સર્વેની જેમ કરવાની પરવાનગી આપી હતી. આ પછી, બિહાર સરકારે બાકીના વિસ્તારોમાં ફરીથી ગણતરીનું કામ શરૂ કર્યું. બિહાર સરકારના જણાવ્યા અનુસાર, જાતિ આધારિત ગણતરીનું કામ પૂર્ણ થઈ ગયું છે.

Advertisement

Tags :
Advertisement

.