Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારમાં થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સર્વપક્ષીય બેઠક બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારની જાહેરાત

છેલ્લા ઘણા સમયથી બિહારમાં જે વાતને લઇને રાજકાર ગરમાયેલું હતું તેને લઇને હવે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. બિહારમાં હવે જાતિ આધારિત વસ્તી ગણતરીનો રસ્તો સાફ થયો છે. ત્યારબાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે બિહારમાં જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે. આ મટે હવે કેબિનેટ દ્વારા પ્રસ્તાવ પણ લાવવામાં આવશે. આજે મળેલી બેઠકની અંદર 9 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જે તમામ લોકોએ આ નિર્ણય અંગે સંમતિ
બિહારમાં થશે જાતિ આધારિત વસ્તી ગણતરી  સર્વપક્ષીય બેઠક બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારની જાહેરાત
છેલ્લા ઘણા સમયથી બિહારમાં જે વાતને લઇને રાજકાર ગરમાયેલું હતું તેને લઇને હવે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. બિહારમાં હવે જાતિ આધારિત વસ્તી ગણતરીનો રસ્તો સાફ થયો છે. ત્યારબાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે બિહારમાં જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે. આ મટે હવે કેબિનેટ દ્વારા પ્રસ્તાવ પણ લાવવામાં આવશે. આજે મળેલી બેઠકની અંદર 9 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જે તમામ લોકોએ આ નિર્ણય અંગે સંમતિ આપી છે. 
સર્વદળીય બેઠક બાદ જાહેરાત
બિહારમાં જાતિગ વસ્તી ગણતરી કરાવવાના મુદ્દે બુધવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક મુખ્યમંત્રી સચિવાલય સ્થિત ડાયલોગ રૂમમાં સાંજે 4 કલાકે બોલાવવામાં આવી હતી. જેમાં તમામ રાજકીય પક્ષોએ આ તમામ વિષયો પર પોતપોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. બેઠક બાદ આ વિશે માહિતી આપતા નીતિશ કુમારે કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં સર્વસંમતિથી બિહારમાં જાતિ ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં કેબિનેટની બેઠક યોજાશે. આ ઉપરાંત જ્ઞાતિની વસ્તી ગણતરી કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.
જાતિગત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે
મુખ્યમંત્રી નીતિશ કુમારે બેઠકમાં સામેલ તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે જાતિની સાથે તમામ ધર્મના લોકોની પણ ગણતરી કરવામાં આવશે. જો કે નામ જાતિ ગણતરી રહેશે. આ અંતર્ગત તમામ સંપ્રદાયોની જાતિઓ અને પેટા જાતિઓની ગણતરી કરવામાં આવશે. જાતિ ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનો ડેટા પણ જાહેર કરવામાં આવશે, જેથી લોકોને તેની સંપૂર્ણ માહિતી મળી શકે.
ભાજપનું પણ સમર્થન
ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ આજે ​​સર્વાનુમતે નજીકના ભવિષ્યમાં જાતિની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ભાજપ જાતિ ગણતરીને લઈને અસહજ હતી. નીતીશની સરકારમાં અગાઉ નાયબ મુખ્યમંત્રી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે પાર્ટીએ ક્યારેય જાતિ ગણતરીનો વિરોધ કર્યો નથી અને આ સંબંધમાં બિહાર વિધાનસભામાં પસાર કરાયેલા ઠરાવને પણ સમર્થન આપ્યું હતું.
બિહારમાં જાતિગત વસ્તી ગણતરીની માંગ ક્યારથી ઉઠી?
બિહારમાં જાતિ ગણતરીની માગ નવી નથી. આ માગ છેલ્લા ત્રણ વર્ષથી થઇ રહી છે. નીતિશ કુમારે વારંવાર કહ્યું છે કે જાતિઓની પણ ગણતરી થવી જોઈએ. JDU સરકારે 18 ફેબ્રુઆરી 2019 અને 27 ફેબ્રુઆરી 2020 ના રોજ બિહાર વિધાનસભા અને વિધાન પરિષદમાં આ મુદ્દા પર એક ઠરાવ પસાર કર્યો છે. તમામ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને જાતિ ગણતરીની માગ પણ કરી છે.જે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે 2021માં જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે નહીં. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે ઓબીસી જાતિઓની ગણતરીમાં ઘણો સમય લાગશે અને આ કામ સરળ નથી.
Advertisement
Tags :
Advertisement

.