Mumbai Airport: એર ટ્રાફિક કંટ્રોલની ઘોર બેદરકારીએ 300 મુસાફરોના જીવ તાળવે ચોટાડી દીધા!
Mumbai Airport: હાલમાં, આપણી સામે Airport અને ફ્લાઈટ્સને લઈ અનેક ચોંકાવનારી ઘટના સામે આવતી હોય છે. અનેક વખત ફ્લાઈટ્સમાં બોમ્બ હોવાના મેઈલ સુરક્ષા કર્મીઓ આવતા હોય છે. તે ઉપરાંત અનેક વખતે ફ્લાઈટ્સમાં ઉડાન ભરતી વખતે કે હવામાં ફ્વાઈટ્સમાં ખામી સર્જાતી જોવા મળે છે. ત્યારે Mumbai Airport પરથી બે વિમાનોને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Mumbai Airport પર ટળી મોટી દુર્ઘટના
આશરે 300 મુસાફરોનો જીવ બચ્યો
ATC ની બેદરકારીને કારણે ઘટના ઘટી
આજરોજ Mumbai ના Airport પર એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. કારણ કે... આજરોજ સાંજના સમયે IndiGo Airlines અને Air India ની ફ્લાઈટ્સ એક સાથે રન વે પર જોવા મળી હતી. ત્યારે રન વે પરથી indigo Flights લેન્ડિંગ કરી રહી હતી. ત્યારે જ Air India Airlines ની ફ્લાઈટ્સ દ્વારા ટેક ઓફ કરવામાં આવી હતી.
A major accident averted at the #MumbaiAirport! Narrow escape for passengers at Mumbai Airport As 2 planes use the same runway, one landing and the other was busy in take-off.#MumbaiAirport pic.twitter.com/Ax57K7jwTq
— Kedar (@shintre_kedar) June 9, 2024
આશરે એક કલાકની અંદર 40 થી વધુ ફ્લાઈટ્સ
તો indigo Flights ના અધિકારીઓનું કહેવું છે કે, તેમને ATC દ્વારા લેન્ડિંગની અનુમતિ આપી દેવામાં આવી હતી. તો બીજી તરફ ત્યારે જ Air India Airlines ને ટેક ઓફ કરવા માટે માહિતી આપવામાં આવી હતી. ત્યારે આ બંને વિમાનને મળીને કુલ 300 યાત્રીઓની જાન જોખમમાં આવી ગઈ હતી. તે ઉપરાંત આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે Mumbai Airport પર આશરે એક કલાકની અંદર 40 થી વધુ ફ્લાઈટ્સ ટેક ઓફ અને લેન્ડિંગ કરે છે.
આ પણ વાંચો: Pilgrims Bus Accident: વધુ એકવાર તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદીઓનો હુમલો, 10 લોકોના મોત