Gold Rates: એક તોલા સોનાની કિંમત 1.68 લાખ સુધી પહોંચશે, ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મોટી આગાહી
મુંબઇ : ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (Iran-Israel War) કારણે સોનુ (Gold Price Hike) હજી પણ વધારે મોંઘુ થવાનું અનુમાન છે. જો કે સોનું કઇ હદ સુધી તેની કિંમતમાં વધારો થઇ શકે છે તે અંગે નિષ્ણાંતોએ ચોંકાવનારો આંગડો આપ્યો છે. જિયોપોલિટિકલ ટેંશન અને અમેરિકી ફેડ રિઝર્વના આંકડા (American Fed Reserve) આવ્યા બાદ સોનાના ભાવ (Gold Rates) દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. માત્ર એપ્રીલમાં જ સોનાની કિંમતમાં 7 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વધી ચુક્યા છે. ગોલ્ડના ભાવમાં રેકોર્ડ વધારાને જોતા હીરાના રોકાણકારો પણ હવે ગોલ્ડ પર દાવ લગાવવા લાગ્યા છે.
જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે સોનાની કિંમતોમાં વધારો થાય છે
બીજી તરફ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સોનું હજી પણ મોંઘુ થઇ શકે છે. જોકે તમને શું ખબર છે કે સોનું ક્યાં સુધી જશે? સીએનબીસી આવાજના રિપોર્ટ અનુસાર વિઘ્નહર્તા ગોલ્ડના મહેન્દ્ર લુનિયાએ જણાવ્યું કે, 2030 સુધીમાં સોનાની કિંમત 1.68 લાખ રૂપિયા સુધી જઇ શકે છે. તેમનું કહેવું છે કે, હીરામાં રોકાણ કરનારા ગોલ્ડ તરફ શિફ્ટ થઇ રહ્યા છે અને ડોલરની વેલ્યુ ઘટી રહી છે, જેમાં ગોલ્ડમાં ઉછાળો અને તેજી સાથે થઇ રહ્યો છે. તેવામાં એક્સપર્ટ્સનું અનુમાન છે કે, 2030 સુધી સોનુ ખરીદવું સામાન્ય લોકો માટે સરળ નહી હોય.
શું સોનામાં રોકાણ કરી શકાય છે?
જો તમે પણ ગોલ્ડમાં રોકાણ કરવા અંગે વિચારી રહ્યા છો તો RBI ની સોવરેન ગોલ્ડ બોન્ડનું (Sovereign Gold Bond)ઓપ્શન સૌથી સારુ હોઇ શકે છે. હજી તમે સોનું ખરીદીને 8 વર્ષ માટે ફિક્સમાં મુકી શકો છો. જ્યારે ગોલ્ડ મૈચ્યોર થશે તો તમને એક મોટી રકમ મળી શકે છે. SGB માં 2.5% નું રિઝર્વ વ્યાજ મળે છે. આ ઉપરાંત માર્કેટ અનુસાર જ રિટર્ન આપવામાં આવશે.
કેટલો છે સોનાનો ભાવ
ભારતીય સર્રાફા બજારમાંસોનાની કિંમત 73 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની પાર પહોંચી ચુકી છે. રાષ્ટ્રીય સ્તર પર 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 73596 રૂપિયા છે. 19 એપ્રીલે 995 પ્યોરિટીવાળુ દસગ્રામ સોનાના ભાવ વધીને 73301 રૂપિયા પર હતું. 916 (22 કેરેટ) પ્યોરિટી વાળું 10 ગ્રામ સોનું 67414 રૂપિયા અને 750 પ્યોરિટીવાળું (18 કેરેટ) સોનાની કિંમત 55197 રૂપિયા હતા.
યુદ્ધના કારણે લોકો સોનામાં સિક્યોર રોકાણ કરવા માંગે છે
ઉલ્લેખનીય છે કે, પહેલા ઇરાને ઇઝરાયેલના હુમલાનો જવાબ આપ્યો હતો, ત્યાર બાદ હવે ઇઝરાયલે ઇરાનમાં એટેક કર્યો છે. આ કારણે બંન્ને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ ચુકી છે. બીજી તરફ યુદ્ધની સ્થિતિ પેદા થવાને કારણે સમગ્ર વિશ્વમાં રોકાણકારો સહમેલા છે. તેવામાં રોકાણકારો ઓછા જોખમ તરીકે જોઇ રહ્યા છે.