Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યૂએન હેડ કવાર્ટર પર વડાપ્રધાન મોદીના આગમન પહેલા જોવા મળ્યું મોદી મેજિક, લાગ્યા ભારત માતા કી જયના નારા

યૂએન હેડક્વાર્ટરમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા મોટી સંખ્યામાં ભારતીયો એકઠા થયા હતા અને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા.ઉપસ્થિત સૌ કોઇમાં વડાપ્રધાન મોદીના આગમનને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યૂએન હેડકવાર્ટરમાં વડાપ્રધાન મોદીની રાહ જોઇ રહેલા આ લોકોના હાથમાં...
યૂએન હેડ કવાર્ટર પર વડાપ્રધાન મોદીના આગમન પહેલા જોવા મળ્યું મોદી મેજિક  લાગ્યા ભારત માતા કી જયના નારા

યૂએન હેડક્વાર્ટરમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા મોટી સંખ્યામાં ભારતીયો એકઠા થયા હતા અને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા.ઉપસ્થિત સૌ કોઇમાં વડાપ્રધાન મોદીના આગમનને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યૂએન હેડકવાર્ટરમાં વડાપ્રધાન મોદીની રાહ જોઇ રહેલા આ લોકોના હાથમાં ભારતનો ફ્લેગ હતો અને હોઠે ભારત માતાકી જયના નારા ઉપસ્થિત લોકોએ કહ્યું કે અમને એ વાતનું ગર્વ છે કે વડાપ્રધાન મોદી યૂએન હેડકવાર્ટર ખાતે યોગ ઇવેન્ટને લીડ કરી રહ્યા છે. અમે દુનિયાને એ મેસેજ આપી રહ્યા છીએ કે યોગા કેટલા જરુરી છે જીવનમાં.આ એક એવો પ્રસંગ છે જેનો દરેક ભારતીયને ગર્વ છે.

Advertisement

ઉપસ્થિત ભારતીયોએ કહ્યું કે યોગ એ ભારતે વિશ્વને આપેલી ભેટ છે, અને યૂનાઇટેડ નેશન્સ ખાતે યોગ ઇવેન્ટનું આટલું મોટુ આયોજન એ ભારત માટે ગર્વની વાત છે.

Advertisement

અમેરિકામાં રહેતા ભારતીયો હવે ગર્વભેર કહી રહ્યા છે કે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી અમેરિકામાં ભારતીયોનું માન-સમ્માન વધ્યું છે, હવે જોબ પર કે પછી કોઇ પણ સ્થળ કે જગ્યાએ અમેરિકન્સ ઇન્ડિયન્સને ખુબજ રિસ્પેક્ટ આપી રહ્યા છે.

Advertisement

9 વર્ષ પહેલા યૂએન હેડ કવાર્ટરમાં જ વડાપ્રધાન મોદીએ દરખાસ્ત મુકી હતી કે 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે અને એકસાથે 195 દેશોએ તેમના આ પ્રસ્તાવ પર મંજુરીની મહોર મારી દીધી હતી, આજે એ જ યૂએન હેડકવાર્ટર પર જ વિશ્વ યોગ દે ઉજવાયો

યૂએન હેડકવાર્ટર પર સ્વામી નારાયણ સંપ્રદાયના કેટલાક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કહ્યું કે મોદી સાહેબે ભારતને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

યૂએન હેડક્વાર્ટર પર ઉપસ્થિત સૌ ભારતીયોના મોઢે એક જ વાત સાંભળવા મળી હતી કે મોદીજીએ ભારતને એટલું ગૌરવ અપાવ્યુ છે કે આજે ભારતીય જ્યાં પણ જાય ત્યાં તેમને સમ્માનભરી નજરે જોવામાં આવે છે

Tags :
Advertisement

.