Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh Protest : બાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થી સહી-સલામત વતન પહોંચ્યા, હેલ્પલાઇન નંબર જાહેર

Bangladesh Protest : બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં (CM Bhupendra Patel) દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહી સલામત વતન પરત આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBS...
bangladesh protest   બાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થી સહી સલામત વતન પહોંચ્યા  હેલ્પલાઇન નંબર જાહેર

Bangladesh Protest : બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં (CM Bhupendra Patel) દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહી સલામત વતન પરત આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBS નાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાનાં સંકલન માટે રાજ્યનાં બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.

Advertisement

મુખ્યમંત્રીની આ સૂચનાઓનાં પગલે NRG ફાઉન્ડેશનને બાંગ્લાદેશમાં ફસાયેલા (Bangladesh Protest) વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર- 9978430075 જાહેર કર્યો છે. એટલું જ નહિં, આવા વિદ્યાર્થીઓનાં વાલી અને પરિવારજનો તેમના બાળકોની વિગતો આપી શકે તે માટે nrgfoundation@gujarat.gov.in Email ID પર પણ વિગતો મંગાવવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારનાં આ પ્રો-એક્ટિવ અભિગમને પરિણામે વિદ્યાર્થીઓનાં વાલી-પરિવારજનોએ NRG ફાઉન્ડેશનનો સંપર્ક કરીને વિગતો આપી હતી. આ વિગતોનાં અનુસંધાને NRG ફાઉન્‍ડેશને (NRG Foundation) ભારત સરકારનાં વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને જે 25 જેટલા વિદ્યાર્થીઓનો સંપર્ક થયો હતો તેમને ગુજરાત લાવવાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.

કુલ- 14 વિદ્યાર્થીઓ સહી સલામત પરત ભારત આવ્યા

આ ફળદાયી પ્રયાસોનાં પરિણામે હાલ ભરૂચ (Bharuch) જિલ્લાનાં 7, અમદાવાદ (Ahmedabad) અને ભાવનગરનાં 2 તથા અમરેલી અને મહેસાણા તથા પાટણનાં 1-1 એમ કુલ- 14 વિદ્યાર્થીઓ સહી સલામત પરત આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં સતત માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કેન્‍દ્ર સરકારનાં (Government of India) પરામર્શમાં રહીને અન્ય 11 વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની વ્યવસ્થાઓ હાથ ધરી છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે પણ બાંગ્લાદેશની સ્થિતિના સંદર્ભમાં એક એડવાઈઝરી જાહેર કરીને ત્યાં વસતા ભારતીય સમુદાયનાં લોકો અને વિદ્યાર્થીઓને લોકલ ટ્રાવેલ ન કરવા તથા ઘરની બહાર ઓછામાં ઓછું નીકળવા અનુરોધ કર્યો છે.

Advertisement

વિદેશ મંત્રાલયયે બાંગ્લાદેશમાં કોઈ પણ મદદ કે તાત્કાલિક જરૂરિયાત જણાય તો બાંગ્લાદેશ સ્થિત ભારતીય હાઇકમિશનર અને આસિસ્ટન્ટ હાઇકમિશનરના 24 કલાક સંપર્ક માટેનાં નંબરો જાહેર કર્યા છે આ નંબરો નીચે મુજબ છે...

. High Commission of India, Dhaka
+880-1937400591 (also on WhatsApp)

Advertisement

. Assistant High Commission of India, Chittagong
+880-1814654797/+880-1814654799 (also on WhatsApp)

. Assistant High Commission of India, Rajshahi
+880-1788148696 (also on WhatsApp)

. Assistant High Commission of India, Sylhet
+880-1313076411 (also on WhatsApp)

. Assistant High Commission of India, Khulna
+880-1812817799 (also on WhatsApp)

આ પણ વાંચો - EK Ped Maa ke Naam : PM મોદી પ્રેરિત અભિયાન હેઠળ સપ્ટેમ્બર સુધીમાં 12.20 કરોડ વૃક્ષોનું વાવેતર કરાશે

આ પણ વાંચો - VADODARA : ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીનું આગમન ગરબા સાથે વધાવાશે

આ પણ વાંચો - Godhra : બાંગ્લાદેશના હિંસક આંદોલનમાં 22 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા

Tags :
Advertisement

.