Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch સ્ટેશન નજીક સીટી સેન્ટરના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો, CCTV ફૂટેજ વાયરલ

અહેવાલ--દિનેશ મકવાણા, ભરુચ   ભરૂચના સ્ટેશન રોડ ઉપર જુના એસટી ડેપોની જગ્યા ઉપર સીટી સેન્ટર નવનિર્માણ પામ્યું છે પરંતુ આ શોપિંગ સેન્ટરના લોકાર્પણ પહેલા જ વાહન પાર્કિંગને લઈ વિવાદો સામે આવ્યા છે ત્યારે એક વાહન ચાલકને સિક્યુરિટી ગાર્ડે પોતાનું વાહન...
bharuch સ્ટેશન નજીક સીટી સેન્ટરના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો  cctv ફૂટેજ વાયરલ

અહેવાલ--દિનેશ મકવાણા, ભરુચ

Advertisement

ભરૂચના સ્ટેશન રોડ ઉપર જુના એસટી ડેપોની જગ્યા ઉપર સીટી સેન્ટર નવનિર્માણ પામ્યું છે પરંતુ આ શોપિંગ સેન્ટરના લોકાર્પણ પહેલા જ વાહન પાર્કિંગને લઈ વિવાદો સામે આવ્યા છે ત્યારે એક વાહન ચાલકને સિક્યુરિટી ગાર્ડે પોતાનું વાહન બાબતે ટોકતા વાહન ચાલકનો પિત્તો ગયો હતો અને સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો કરી તેની સાથે ઝપાઝપી અને લાફા વાળી કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Advertisement

ભરૂચ શહેર જિલ્લામાં નવનિર્માણ પામી રહેલા શોપિંગ સેન્ટરોમાં હંમેશા વાહન પાર્કિંગને લઈને વિવાદ સામે આવતો હોય છે ત્યારે ભરુચના સ્ટેશન રોડ ઉપર જુના એસટી ડેપોની જગ્યાએ અધ્યતન સુવિધા સાથે સીટી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે સીટી સેન્ટરનું લોકાર્પણ થાય તે પહેલા જ વાહન પાર્કિંગને લઈ વિવાદો સામે આવ્યા છે.

Advertisement

જાહેર માર્ગ સુધી શોપિંગ સેન્ટર નું બાંધકામ થયું હોય જેને લઈને જાહેર માર્ગ સાંકડો થતાં વાહન પાર્કિંગને લઈને વિવાદ સામે આવ્યા છે ત્યારે એક વાહન ચાલકે પોતાનું વાહન પાર્કિંગ કરતી વેળા સીટી સેન્ટરમાં રહેલા સિક્યુરિટી ગાર્ડે તેઓને ટોકતા ધમાચકડી થઈ હતી.

સિક્યુરિટી ગાર્ડને વાહન ચાલકે લાફા વાળી કરી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે શોપિંગ સેન્ટરનું હજુ સત્તાવાર લોકાર્પણ થયું નથી તે પહેલા જ વાહન પાર્કિંગને લઈ વિવાદો સામે આવતા લોકોમાં સર્જાયું છે

ભરૂચમાં ટ્રાફિક પોલીસ પણ ટ્રાફિક ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કરી રહી છે પરંતુ શોપિંગ સેન્ટરના સંચાલકો પણ પાર્કિંગમાં ગોડાઉન ઉભા કરી રહ્યા છે જેના કારણે લોકો પોતાના વાહનો રોડ ઉપર જ મૂકી દેતા ટ્રાફિકજામ સર્જાઇ રહ્યો છે.

બૌડા વિભાગ હોય કે ભરૂચ નગરપાલિકા તેઓએ પણ શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની જગ્યાએ ગોડાઉન દુકાનો ઊભી કરી હોય તો તે મુદ્દે કાર્યવાહી કરવાની જરૂર છે કારણ કે સીટી સેન્ટરનું લોકાર્પણ થયું નથી તે પહેલા જ વાહન પાર્કિંગને લઈ મારામારીના દ્રશ્યો સર્જાયા છે.

જો તહેવારોના સમયમાં સીટી સેન્ટર શોપિંગમાં ગ્રાહકોની સંખ્યા ખરીદી માટે વધી જાય તો વાહન પાર્કિંગને લઈને પણ વિવાદ સર્જાઈ શકે તેમ છે ત્યારે સીટી સેન્ટર શોપિંગમાં વાહન પાર્કિંગ થઈ શકે તે માટે ટ્રાફિક પોલીસે પણ સૂચનો આપવાની જરૂર છે પરંતુ હાલ તો શોપિંગ સેન્ટરના લોકાર્પણ પહેલા જ એક સિક્યુરિટી ગાર્ડ વાહન ચાલકના હાથે ટીપાઈ ગયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ પણ વાંચો : MOST WANTED શાર્પ શુટર એન્થોની ઝડપાયો, જાણો તેનો ગુનાઇત ઇતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.