Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બારડોલીમાં ટુ વ્હીલરના શોરૂમ પર છુટાહાથની મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

બારડોલીમાં ટુ વ્હીલરના શોરૂમ પર છુટાહાથની મારામારીની ઘટના બની હતી. મારામારીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે તો બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે.મળતી માહિતી મુજબ બારડોલી-સુરત રોડ પર સીમા સુઝુકી...
01:48 PM Aug 02, 2023 IST | Vishal Dave

બારડોલીમાં ટુ વ્હીલરના શોરૂમ પર છુટાહાથની મારામારીની ઘટના બની હતી. મારામારીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે તો બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે.મળતી માહિતી મુજબ બારડોલી-સુરત રોડ પર સીમા સુઝુકી નામના શો રૂમ પર એક યુવકનું મોપેડ રીપેર બરાબર થયું ન હોવાનો આક્ષેપ સાથે શો રૂમના કર્મચારીઓ સાથે બોલાચાલી થઇ હતી અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો હતો. અહી છુટાહાથની મારામારી થઇ હતી ગ્રાહકે તેમના મિત્રવર્તુળને શોરૂમ પર બોલાવતા બંને પક્ષ સામસામે આવી ગયા હતા.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/08/CCTV-FIGHT.mp4

શો રૂમ પર બનેલી છુટાહાથની મારામારીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે બંને પક્ષો સામ સામે મારામારી કરી રહ્યા છે. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હોવાનો અને બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
BardolibrawlcaughtCCTVIncidentShowroomTwo-wheeler
Next Article