Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે કોલેજમાં છૂટા હાથની મારામારી, આ રીતે મામલો થાળે પડ્યો

બારડોલી ખાતે આવેલી PRB આર્ટસ એન્ડ PGR કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. કોલેજમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે જતા હોય છે ત્યારે વિદ્યાના મંદિરમાં વિદ્યાર્થીઓ છુટા હાથની મારામારી થતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી તો આ ઘટનાના વીડિયો પણ વાયરલ થયો હતો.વીડિયો વાયરલમળતી માહિતી મુજબ બારડોલી ખાતે આવેલી PRB આટ્સ એન્ડ PGR કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હàª
નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે કોલેજમાં છૂટા હાથની મારામારી  આ રીતે મામલો થાળે પડ્યો
બારડોલી ખાતે આવેલી PRB આર્ટસ એન્ડ PGR કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. કોલેજમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે જતા હોય છે ત્યારે વિદ્યાના મંદિરમાં વિદ્યાર્થીઓ છુટા હાથની મારામારી થતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી તો આ ઘટનાના વીડિયો પણ વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ
મળતી માહિતી મુજબ બારડોલી ખાતે આવેલી PRB આટ્સ એન્ડ PGR કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી અને બેફામ ગાળા ગળી થઈ હતી વિદ્યાર્થીઓને આ બબાલને લઈને કોલેજમાં ચકચાર મચી જવા પામી હતી. અન્ય વિદ્યાર્થીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે 
કારણ
પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી અને વાત એટલી હદે વણસી ગયી હતી કે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો,કોલેજ સંચાલકો દ્વારા મધ્યસ્થા કરતાં પોલીસ ફરિયાદ થતાં રહી હતી અને મામલો થાળે પડ્યો હતો. પાર્કિંગ બાબતે બોલાચાલી બાદ વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ગરમાયો હોવાનું જાણવા મળ્યું હતું
કોલેજ પ્રશાસન દોડતું થયું
વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી છુટાહાથની મારમારીનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ વચ્ચે છુટાહાથની મારમારી થઈ રહી છે.અને વીડિયોમાં ગાળાગાળી પણ થઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓની આ બાબલને લઈને કોલેજ પ્રસાશન પણ દોડતું થઈ ગયું હતું
પોલીસ ઘટના સ્થળે, અંતે સમાધાન
એટલું જ નહીં વાત એટલી હદે વણસી ગયી હતી કે પોલીસને ઘટના સ્થળે આવવાની ફરજ પડી હતી પોલીસને સમગ્ર મામલે જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી,કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે જ મારામારી ના ફિલ્મી દૃશ્યો સર્જાતા સૌ ચોંકી ઉઠ્યા હતા,જોકે આ સમગ્ર ઘટના માં કોલેજના સંચાલકો દ્વારા મધ્યસ્થી કરતાં મામલો થાળે પડ્યો હતો અને પોલીસ ફરિયાદ થતાં થતાં રહી ગઈ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.