Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather Forecast : કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી

અમદાવાદમાં સોલા, એસ.જી હાઇવે સહિતનાં વિસ્તારમાં વહેલી સવારે ઠંડીની સાથે ધુમ્મસની ચાદર છવાઈ હતી...
weather forecast   કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
Advertisement
  1. અમદાવાદ સહિતનાં જિલ્લાઓમાં ફરી ઠંડીએ જોર પકડ્યું (Weather Forecast)
  2. વહેલી સવારે અને રાતે ઠંડી વધતા લોકો ઠૂંઠવાયા!
  3. કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠું પડવાની આગાહી કરી
  4. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ માવઠાની કરી આગાહી

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારે અને રાતે પારો ગગડતા લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) સહિત વિવિધ જિલ્લાઓમાં ઠંડીએ જોર પકડ્યું છે. દરમિયાન, ફેબ્રુઆરી મહિનામાં માવઠાની આગાહી (Weather Forecast) હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં પ્રથમ સપ્તાહ દરમિયાન સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાંચો - Dang : સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 5 લોકોનાં મોત

Advertisement

અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું!

અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં છેલ્લા અમુક દિવસથી લોકોને કાતિલ ઠંડીથી થોડી રાહત મળી હતી. પરંતુ, ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. પારો ગગડતા વહેલી સવારે અને રાત લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં સોલા, એસ.જી હાઇવે સહિતનાં વિસ્તારમાં વહેલી સવારે ઠંડીની સાથે ધુમ્મસની ચાદર છવાઈ હતી અને પારો 14 ડિગ્રી સુધી નોંધાયો હતો. ઠંડીનું જોર વધતા આજે વહેલી સવારે મોટા ભાગનાં વિસ્તારોમાં રોડ-રસ્તા પણ સુમસામ જોવા મળ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં ઠેર ઠેર લાગ્યા મસમોટા હોર્ડિંગ્સ

બનાસકાંઠા સહિત ઉ. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી

રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી (Weather Forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગ (Meteorological Department) અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. માવઠાની આગાહી સાથે ખેડૂતોનાં પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ છે.

આ પણ વાંચો - Dahod: સંજેલીમાં મહિલા સાથે થયો હતો અત્યાચાર! પોલીસે વધુ 3 આરોપીઓની કરી ધરપકડ

Tags :
Advertisement

.

×