Weather Forecast : ભર શિયાળે માવઠું! હવે રેઇનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું ? જાણો આગાહી વિશે
- Ahmedabad માં વહેલી સવારથી દિવસભર વાદળછાયું વાતાવરણ (Weather Forecast)
- ધુમ્મસના કારણે દિવસે પણ વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ રાખવી પડી
- હવે રેઇનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું લોકો મુઝવણમાં મુકાયા
ગુજરાતમાં લોકો હાલ કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે, અમદાવાદમાં આજે વહેલી સવારથી દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસનાં કારણે દિવસે પણ વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. બીજી તરફ રેઈનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું તેને લઈ લોકો મુઝવણમાં મુકાયા છે. હવામાન વિભાગે અમદાવાદમાં માવઠાની આગાહી (Weather Forecast) પણ કરી છે.
આ પણ વાંચો -Banaskantha : ગેનીબેન ઠાકોરે ફરી એકવાર શંકર ચૌધરી પર સાધ્યું નિશાન! કહ્યું - એ BJP નાં..!
અમદાવાદમાં માવઠાની આગાહી કરાઈ
અમદાવાદમાં (Ahmedabad) આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવારણ જોવા મળ્યું છે. દિવસ દરમિયાન ધુમ્મસભર્યું વાતાવરણ રહેતા વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી. બેવડી ઋતુને પગલે લોકો મૂંઝવણમાં મુકાયા છે કે રેઇનકોટ પહેરવો કે પછી સ્વેટર પહેરવું. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા અમદાવાદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો -રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, GPSC ચેરમેને ઉમેદવારોને કરી આ ખાસ અપીલ
27 અને 28 ડિસેમ્બરે આ વિસ્તારમાં માવઠાની આગાહી
વિભાગની આગાહી અનુસાર, 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર (Saurashtra), ઉત્તર ગુજરાત સહિતનાં 15 જિલ્લામાં માવઠું પડી શકે છે. જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી (Weather Forecast) છે. 28 મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - VADODARA : સંકલનની બેઠકમાં ઉગ્ર રજુઆત બાદ ખનન માફિયાઓ પર ગાળિયો કસાયો