Ahmedabad Traffic police: ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી, આ રહ્યો ખાસ રિપોર્ટ
- શહેરમાં ટ્રાફિકને લઇ કડક કાર્યવાહી કરી હોવાની આપી માહિતી
- છેલ્લા બે વર્ષની તુલનામાં અકસ્માતના કેસમાં 22.91 ટકા ઘટાડો નોંધાયો
- જોઇન્ટ કમિશનર ઓફ પોલીસે હાઇકોર્ટમાં આપી માહિતી
Ahmedabad Traffic police action: ગુજરાતમાં અત્યારે ટ્રાફિકના કારણે રોજ લાખો લોકો પરેશાન થતા હોય છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો, આને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસને સુચનાઓ આપવામાં આવી હતી. જેથી ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ ટ્રાફિક પોલીસ (Traffic police)એ કડક કાર્યવાહીના પગલા ભર્યાં છે. અત્યારે આ મામલે જોઈન્ટ પોલીસ કમિશ્નરે કોર્ટમાં વિગતો આપી ટ્રાફિકના આંકડા આપ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસના દબાણો મામલે પણ પોલીસે જે કાર્યવાહી કરી તેમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Viral Video: કળિયુગી દીકરીએ ક્રૂરતાની હદ વટાવી! માંને મારી, બટકા ભર્યા! વીડિયો જોતા કાળજું કાપી જશે
અકસ્માતોમાં 22.91% નો ઘટાડો થયો: ટ્રાફિક પોલીસનો દાવો
મહત્વની વાત એ છે કે, ચારતોળા કબ્રસ્તાન ગોમતીપુર પાસે 15,000 સ્કવેર મીટરથી વધુ સરકારી જગ્યા રીકવર કરવામાં આવી છે. તારીખ 06/02/2025 થી 25/02/2025 સુધી ટ્રાફિક (Traffic) નિયમોના ભંગ બદલ કડક કામગીરી માત્ર 20 દિવસમાં કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષની તુલનામાં ગત વર્ષના અકસ્માતોમાં 22.91% નો ઘટાડો થયો હોવાનો ટ્રાફિક પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કામગીરી | |
રોંગ સાઈડ ડ્રાઇવિંગ | 13,004 કેસ |
હેલ્મેટ વિના | 1,37,507 કેસ |
ઓવરસ્પીડિંગ | 5,518 કેસ |
સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ | 4,747 કેસ |
મોપેડ પર ત્રણ સવારી | 2,900 કેસ |
વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરતા | 1,259 કેસ |
રિક્ષામાં ક્ષમતા કરતા કરતા વધુ સવારી | 787 કેસ |
ગાડીમાં ડાર્ક ફિલ્મ | 1,043 કેસ |
અન્ય | 43,858 કેસ |
આ પણ વાંચો: Amreli : 2 વિદ્યાર્થિનીને ટેબલ નીચે બેસાડીને કૂચેષ્ટા કરતો નરાધમ શિક્ષક રંગેહાથ ઝડપાયો!
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા માટે 3,046 સીસીટીવી કેમેરા સજ્જ
જોઈન્ટ પોલીસ કમિશ્નરે વિગતો આપતા જમાવ્યું કે, અમદાવાદ શહેરમાં 1,268 પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. કર્ણાવતી ક્લબથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 90 પોલીસ કર્મચારીઓને કેમેરાથી સજ્જ કરાયા છે. એસજી હાઇવે પર ડ્યુટી કરતા કર્મચારીઓને 13 વાયરલેસ કોમ્યુનિકેશન ડિવાઇસ અપાયા છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા માટે 3,046 સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યાં છે.