Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LG હોસ્પિટલના સ્ટાફે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, 4 વર્ષની બાળકીને આપ્યું સ્વસ્થ નવજીવન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત શેઠ એલ.જી. જનરલ હોસ્પિટલ (LG General Hospital) ખાતે 6 મે, 2024ના રોજ આશરે 4 વર્ષની એક અજાણી બાળકીને દાઝી ગયેલી (સુપર ફેસિયલ ટુ ડીપ બર્ન્સ) હાલતમાં બર્ન્સ વોર્ડ (Burns Ward) ખાતે અજાણી વ્યક્તિ...
10:32 PM Jun 07, 2024 IST | Hardik Shah
LG Hospital and 4 years old girl

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત શેઠ એલ.જી. જનરલ હોસ્પિટલ (LG General Hospital) ખાતે 6 મે, 2024ના રોજ આશરે 4 વર્ષની એક અજાણી બાળકીને દાઝી ગયેલી (સુપર ફેસિયલ ટુ ડીપ બર્ન્સ) હાલતમાં બર્ન્સ વોર્ડ (Burns Ward) ખાતે અજાણી વ્યક્તિ દ્વારા 108 મારફતે લાવવામાં આવી હતી. હોસ્પિટલના નિયમ અનુસાર કારંજ પોલીસ સ્ટેશન ખાતે આ બાળકી અંગેની જાણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળેલી કે આ અજાણી બાળકીને ભદ્રકાળી માતાજીના મંદિરના સામે આવેલા બગીચામાં મૂકીને એક સ્ત્રી જતી રહી હતી. ત્યારબાદ આ બાળકી અન્ય બાળકો સાથે રમતી હતી, તે દરમિયાન ત્યાં કોઈએ ચુલા પર ભાત રાંધવા મૂકેલા હોઈ બાળકીનો પગ લપસતાં તપેલાને ઠોકર વાગતા નીચે પડી ગઇ હતી અને તપેલામાં રહેલું ગરમ પાણી આ બાળકીના ચહેરાના ભાગે તેમજ ડાબા તેમજ જમણા ખભા ઉપર પડ્યું હતું, જેથી તે ખૂબ જ દાઝી ગઇ હતી. અસહ્ય પીડાને લીધે રડતી બાળકીને જોઈને આજુબાજુમાં રહેતા અજાણ્યા વ્યક્તિને દયા આવી અને તેમણે માનવતા દાખવીને બાળકીને હોસ્પિટલ પહોંચાડી હતી.

હોસ્પિટલના ડેપ્યૂટી ડાયરેક્ટરના કહેવા મુજબ બાળકી ખૂબ જ નાની હોવાથી અને તેના માતા-પિતાની પણ કોઈ જાણ ન હોવાથી અત્રેની હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પોતાની દીકરીની જેમ જ જવાબદારી સમજીને અને તેનો તમામ ખર્ચ ઉઠાવીને તેની તમામ સારસંભાળ રાખવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીને કપડા, જમવાની વ્યવસ્થા, નાસ્તો, રમકડા તથા તેને દિવસ દરમિયાનની તમામ પ્રવૃત્તિમાં ખૂબ જ કાળજી રાખીને તેને સ્વસ્થ થવામાં મદદરૂપ થયા હતા. આમ, આ દીકરીને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને તેને સાજા કરવા સુધીમાં કારંજ પોલીસ સ્ટેશનનો પણ ખૂબ જ સારો સહયોગ મળવાથી સ્ટાફ તેમજ બર્ન્સ વોર્ડના ડોક્ટરો તથા અન્ય સ્ટાફના અથાગ પ્રયત્નના કારણે બાળકી સ્વસ્થ થઇ છે. અને તેને નવજીવન પ્રાપ્ત થયું છે.

હવે થોડાક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે અને વિધિવત રીતે કારંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ કરીને તેઓને બાળકી સોપવામાં આવશે. પોલીસ મારફતે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સહયોગથી બાળકીને સારું જીવન મળે તે માટે તેને નારીગૃહ ખાતે મોકલી આપવામાં આવશે. આમ, એલ.જી હોસ્પિટલ ખાતેના તમામ સ્ટાફ દ્વારા અજાણી બાળકીને એક મહિના સુધી માતા-પિતાની જેમ સારસંભાળ રાખીને સારવારની સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં ફિલ્મ ‘Drishyam’ જેવી ઘટના બની! હત્યા કરી લાશને સળગાવી દીધી

આ પણ વાંચો - Gandhinagar: હવે અમૂલનું ઘી પણ શુદ્ધ નથી? જુઓ ઝડપાયું આટલું મોટું કૌભાંડ

Tags :
4 years old girlAhmedabadAhmedabad Municipal CorporationAhmedabad NewsAMCBurns WardGujarat Firsthospital rulesinvestigation by the policeKaranj police stationLG HospitalpoliceSeth L.G. General Hospitalunidentified female child
Next Article