Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રાજસ્થાન-બેંગ્લોર વચ્ચે જોવા મળશે ટૂર્નામેન્ટની સેમીફાઈનલ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે IPL 2022ની સેમીફાઈનલ મેચ રમાવાની છે. જેને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સાંજે 7.30 કલાકે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રોમાંચક મેચ જોવા મળશે. IPL 2022 ના બીજા ક્વોલિફાયરમાં આજે સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સનો સામનો ફાફ ડુ પ્લેસિસની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ કોલકાતાથી 1617 કિમી દૂર અમદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રાજસ્થાન બેંગ્લોર વચ્ચે જોવા મળશે ટૂર્નામેન્ટની સેમીફાઈનલ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે IPL 2022ની સેમીફાઈનલ મેચ રમાવાની છે. જેને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સાંજે 7.30 કલાકે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રોમાંચક મેચ જોવા મળશે. 
IPL 2022 ના બીજા ક્વોલિફાયરમાં આજે સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સનો સામનો ફાફ ડુ પ્લેસિસની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ કોલકાતાથી 1617 કિમી દૂર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ પિચનો મૂડ અને હવામાન પણ બંને ટીમો માટે ઘણું અલગ જોવા મળશે. ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ ક્વોલિફાયર હાર્યા બાદ રાજસ્થાન અહીં પહોંચ્યું હતું. એલિમિનેટર મેચમાં RCBએ લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. આજે આ બંને ટીમોની ટક્કરથી સ્પષ્ટ થઈ જશે કે 29મી મેના રોજ IPL 2022ની ફાઈનલમાં કઈ ટીમનો મુકાબલો થશે.
શુક્રવારે રમાનારી આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે તેવી પૂરી સંભાવના છે. બંને ટીમો ઘણા વર્ષોથી ફાઇનલમાં પહોંચીને ટાઈટલ જીતવાનું સપનું જોઈ રહી છે. IPLના ઈતિહાસમાં આ બંને ટીમોની મેચની જો વાત કરીએ તો, 27 વખત આ બંને ટીમો આમને-સામને આવી ચુકી છે, જેમાં RCBએ 13 મેચ જીતીને પ્રભુત્વ જમાવ્યું છે. બેંગ્લોર સામેની આ લીગમાં RRને 11 મેચમાં જીત મળી છે. આ સાથે જ છેલ્લી બે સિઝનમાં બેંગ્લોરે રાજસ્થાનને ચાર વખત હરાવ્યું છે. IPL 2022માં પણ આ બંને ટીમો બે વખત આમને સામને આવી છે જેમાં બંને ટીમો 1-1 મેચ જીતી શકી છે.
આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ભેજ પાછળથી બોલિંગમાં સમસ્યા ઊભી કરી શકે છે, તેથી ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા માંગશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. તે અમદાવાદ, ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની અંદર સ્થિત છે. મોટેરા સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 14 ટેસ્ટ, 27 ODI અને 6 T20I રમાઈ છે. સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 16 ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચો યોજાઈ છે. આ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. આ સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર દર્શકોની બેઠક ક્ષમતા છે. જ્યારે બાઉન્ડ્રી ડાઇમેન્શનની વાત કરીએ તો, ફીલ્ડનું કદ 180 યાર્ડ્સ x 150 યાર્ડ્સ છે, જ્યારે સીધી સીમાઓ સરેરાશ 75 મીટર છે.
Advertisement
Tags :
Advertisement

.