Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ શહેરમાં વર્ષ 2018માં થયેલા લૂંટ વિથ મર્ડરનો મુખ્ય સૂત્રધાર ઉત્તરપ્રદેશથી ઝડપાયો

અહેવાલ – પ્રદિપ કચિયા અમદાવાદ શહેરના આશ્રમ રોડ ખાતે 16 માર્ચ 2018ના રોજ વહેલી સવારે 7 વાગ્યાની ગુજરાત વિધાપીઠ નજીક આવેલા અંબાલાલ હરગોવનદાસ પટેલ આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદભાઈ વિઠ્લદાસ પટેલ તેમના આંગડિયા પેઢીના કિંમતી પાર્શલ લઈને બસની રાહ જોઈ રહ્યા...
10:01 PM Dec 14, 2023 IST | Hardik Shah

અહેવાલ – પ્રદિપ કચિયા

અમદાવાદ શહેરના આશ્રમ રોડ ખાતે 16 માર્ચ 2018ના રોજ વહેલી સવારે 7 વાગ્યાની ગુજરાત વિધાપીઠ નજીક આવેલા અંબાલાલ હરગોવનદાસ પટેલ આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદભાઈ વિઠ્લદાસ પટેલ તેમના આંગડિયા પેઢીના કિંમતી પાર્શલ લઈને બસની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન બે બાઈક પર ચાર અજાણ્યા ઈશમો દ્વારા અરવિંદભાઈને માથાના ભાગે ગોળી મારીને તેમની પાસે રહેલા બે કિંમતી પર્શલ લઈને ફરાર થઇ ચુક્યા હતા. જે પાર્શલમાં હીરા, મોતી અને રોકડ મળીને કુલ 2 કરોડ 50 લાખ કરતા વધારેનો મુદ્દામાલ હતો. જે અંગે વાડજ પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને 6 આરોપીની ધરપકડ કરી અને 48 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. અને આ ગુનામાં મુખ્ય આરોપી કે જેને આ ઘટના અંગે પ્લાન બનાવ્યો, હથિયારનું આયોજન કર્યું અને માણસો બોલાવ્યા સાથે અરવિંદભાઈને જેણે માથામાં ગોળી મારી તે આરોપી મોહમ્મ્દ શકિલ ઉર્ફે કક્કુ મોહમ્મ્દ સુબરાતી છેલ્લા 5 વર્ષથી ફરાર હતો.

આશ્રમ રોડ ખાતે લૂંટ વિથ મર્ડરનો મુખ્ય આરોપી આરોપી મોહમ્મ્દ શકિલ છેલ્લા 5 વર્ષથી ફરાર હતો. જે અંગે અનેક વાર વાડજ પોલીસની ટીમ તેની તાપસ હેતુથી તેની ધરપકડ માટેની તૈયારી પણ દર્શાવી હતી, પરંતુ તેની ધરપકડ થઇ શકી ના હતી. વટવા પોલીસની ટીમ ગંભીર ગુનાના આરોપીઓની શોધમાં હતા જે દરમિયાન એક બાતમી મળી હતી કે આરોપી મોહમ્મ્દ શકિલ કે જેને 2 કરોડ 50 લાખની લૂંટ ચલાવી હતી ને તેને આંગડિયા પેઢીના એક કર્મચારીને માથાના ભાગે ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે આરોપી અત્યારે ઉત્તરપ્રદેશના પોતાના નિવાસ સ્થાને હાજર છે જેને લઈને વટવા પોલીસના સર્વેલન્સ સ્કોડના PSI અને તેમની ટીમ સાથે ઉત્તરપ્રદેશની સ્થાનિક પોલીસની મદદથી આંબેડકરનગર જીલ્લાના અકબરપુરા તાલુકાના ગ્યાનપુર ગામે મુખ્ય આરોપી મોહમ્મ્દ શકિલની ધરપકડ કરવામાં આવી હતી.

સમગ્ર મામલે પકડાયેલા મુખ્ય આરોપી મોહમ્મ્દ શકિલની પુછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર હકીકત સામે આવી કે અગાઉ પકડેલા આરોપી આશુ યાદવ, પ્રદીપ ગોત્તમ અને મકસુદ આલમ ઉર્ફે રાણા સ્કૂલ સમયથી મિત્રો હતા. જેમને અગાઉ વર્ષ 2015માં સાથે મળીને ઉત્તરપ્રદેશના આંબેડકરનગર ખાતેથી આંગડિયા પેઢીની લૂંટ અને ખૂનની કોશિશ કરી હતી જેમાં ઉત્તરપ્રદેશ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ રૂપિયાની જરૂર પડતા આ ચાર આરોપીઓ અમદાવાદના રજનીશ ધોબીના સંપર્કમાં આવ્યા હતા અને જેને જણાવ્યું હતું કે અમદાવાદમાં કોઈ કામ હોય તો તેમને જણાવજો. ત્યારે રજનીશ ધોબીએ અમદાવાદ ખાતે આરોપી મોહમ્મ્દ શકિલ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો જે માટે તે 2 દેશી હાથ તમંચા અને 1 પિસ્ટલ લઈને અમદાવાદ ખાતે આશુ યાદવ, પ્રદીપ ગોત્તમ અને મકસુદ આલમ રજનીશ ધોબીને ત્યાં રોકાયા હતા.

અમદાવાદ આવ્યા બાદ રજનીશ ધોબીએ ચારેય આરોપીઓને કિરીટસિંહ ઉર્ફે હકા સાથે પરિચય કરાવે છે અને તેને જાણ કરે છે કોઈ કામ આપે. ત્યારે કિરીટે તેના મિત્ર રાજુ મારવાડીને કોઈ આંગડિયા પેઢીનું કામ કરવાનું કહ્યું જેથી રાજુએ તેના મિત્ર પ્રકાશ મારવાડીને બોલાવ્યો કે જે છેલ્લા 15 વર્ષથી આંગડિયા પેઢીમાં કામ કરતો હતો. પ્રકાશ મારવાડી 15 વર્ષથી બાબુ કાંતિ આંગડિયા પેઢીમાં કામ કરતો હોવાથી તેને અલગ અલગ આંગડિયા પેઢીની માહિતી હતી. જેથી તેને અંબાલાલ હરગોવનદાસ પટેલ આંગડિયા પેઢીના તમામ કર્મચારીઓ અને તેની માહિતીઓ આપી હતી. સાથે આંગડિયા પેઢીમાંથી કેવી રીતે અને કઈ ગાડીમાં પર્શલ સાથે કર્મચારીઓ જાય છે તે અંગે પણ માહિતી આપી હતી. ત્યારે આંગડિયા પેઢીમાંથી બોલેરો કારમાં કર્મચારીઓ બેસીને ગુજરાત વિધાપીઠ ખાતે આવેલા ST બસના સ્ટેન્ડ ખાતે ઉતારી જાય છે કે જ્યાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

ચારેય આરોપીઓએ 2 દિવસ રેકી કર્યા બાદ લૂંટને અંજામ આપવા માટે ચોરીના 3 બાઈક અને એક ઇન્ડિકા કાર લઈને આરોપીઓ નીકળે છે અને આરોપી મોહમ્મ્દ શકિલ અને મકસુદ આલમ એક બાઈક પર તથા બીજી બાઈક પર આશુ યાદવ અને પ્રદિપ ગૌતમ આંગડિયા પેઢીના કર્મચારીઓ જ્યાં ઉભા રહે છે ત્યાં જઈને પ્રદીપ ગૌતમે હવામાં ફાયરિંગ કર્યું. અંબાલાલ હરગોવનદાસ પટેલ આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદભાઈ પટેલના હાથમાંથી પારસલનો થેલો ખેંચી લેવાની કોશિશ કરી હતી ત્યારે અરવિંદભાઈએ થેલો પકડીને રાખતા મુખ્ય આરોપી શકીલે તેના હાથમાં રહેલા પિસ્ટલ વડે અરવિંદભાઈના માથાના ભાગે ગોળી મારી દીધી હતી અને અરવિંદભાઈ ત્યાં નીચે પડી ગયા હતા અને આરોપીઓ તે થેલા લઈને ફરાર થઇ ચુક્યા હતા ત્યારે તમામ આરોપીઓએ પોતાના વતનમાં જઈને હીરા અને મોતીનો ભાગ પડેલ જ્યાં દરેકના ભાગે 95થી 100 હીરા ભાગમાં આવેલા હતા.

વાડજ પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવ હતી જયારે ફરાર મુખ્ય આરોપી શકીલ ઉર્ફે કક્કુ પોતાનું નામ બદલીને બબલુ રાખ્યું અને પંજાબના લુધિયાણા ખાતે બબલુ ઇન્ટિરિયરના નામથી પડદા અને કારપેટની દુકાન શરુ કરી હતી.

આ પણ વાંચો - રાતોરાત રૂપિયા કમાવવાની લાલચમાં યુવક ગુનાખોરીના રવાડે ચડ્યો અને પછી થયું કઇંક આવું…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
2018 robberyAhmedabad CityGujaratGujarat FirstGujarat Newsmurder in Ahmedabad cityUttar PradeshUttar Pradesh news
Next Article