Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ મિત્ર સાથે મળી પત્નીની હત્યા કરી

અહેવાલ - પ્રદીપ કચિયા એક વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો છે. શંકાશીલ પતિની માનસિકએ 22 વર્ષીય યુવતીને મોતના ઘાટ ઉતારી દીધી. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ બન્ને આરોપી જીજ્ઞેશગીરી ઉર્ફે જીગો ગોસ્વામી અને યોગેશ બંગાળી છે. જેમની હત્યા કેસમાં...
પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ મિત્ર સાથે મળી પત્નીની હત્યા કરી

અહેવાલ - પ્રદીપ કચિયા

Advertisement

એક વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો છે. શંકાશીલ પતિની માનસિકએ 22 વર્ષીય યુવતીને મોતના ઘાટ ઉતારી દીધી. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ બન્ને આરોપી જીજ્ઞેશગીરી ઉર્ફે જીગો ગોસ્વામી અને યોગેશ બંગાળી છે. જેમની હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી. ઘટના એવી છે કે અસલાલીમાં રીગરોડ પર ગુરુનાનક ક્રેન સર્વિસના ગોડાઉન નજીક એક યુવતીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ દરમિયાન પોલીસની તપાસમાં નારોલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલી 22 વર્ષીય પ્રિયા દેસાઈનો આ મૃતદેહ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલીને યુવતીના પતિ જીગ્નેશ અને તેના મિત્ર યોગેશની ધરપકડ કરી.

અમદાવાદ ગ્રામ્યના હેડક્વાર્ટર DYSP મેઘા તેવર જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે જીગ્નેશ ગોસ્વામી અને પ્રિયા દેસાઈના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પરંતુ શકાશીલ માનસિકતાના કારણે જીગ્નેશને તેની પત્ની પ્રિયાના લગ્ન પહેલા અને લગ્ન પછી પણ અન્ય યુવકો સાથે સબંધ હોવાની શકા હતી. જેથી 6 મહિના પહેલા બન્ને પતિ પત્ની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. અને જીગ્નેશએ પ્રિયાને માર મારતા તે રિસાઈને પિયર નારોલ આવી ગઈ હતી. 30 નવેમ્બરના રોજ મૃતક પ્રિયા સાંઈ હોસ્પિટલથી રાત્રે 8 વાગે ઘરે જવા નીકળી હતી ત્યારે આરોપી પતિ જીગ્નેશ ગૌસ્વામી અને તેનો મિત્ર યોગેશ બંગાળી રીક્ષા લઈને આવ્યા હતા. અને પ્રિયાને રિક્ષામાં બેસાડીને સનાથન રીગ રોડ પર લઈ જઈને તેની સાથે ઝઘડો કરીને ગળું દબાવીને હત્યા કરી દીધી. અને ત્યાર બાદ શરીર પર છરીના ઘા ઝીકીને અવાવરું જગ્યાએ મૃતદેહ ફેકીને ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે તેઓને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલી લીધો.

Advertisement

શકાશીલ માનસિકતાના કારણે આરોપીએ એક વર્ષના લગ્નજીવનનું અંત લાવ્યો અને જેલના સળિયા પાછળ ધકેલાયો. અસલાલી પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને હત્યામાં ઉપયોગમાં લીધેલી રીક્ષા જપ્ત કરી છે. આ હત્યા કેસમાં અન્ય આરોપીની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો - અમદાવાદમાંથી ફરીવાર સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક દવાનું ગેરકાયદે વેચાણ SOG એ ઝડપી પાડ્યું

Advertisement

આ પણ વાંચો - સાવરકુંડલા : 8 વર્ષની બાળકીને ફાડી ખાતો આદમખોર સિંહ વનવિભાગે બે કલાકની જહેમત બાદ પકડી પાડ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.