બનાસકાંઠા જિલ્લા વિભાજનનાં વિરોધ વચ્ચે Sthanik Swaraj ચૂંટણી જાહેર, BJP-કોંગ્રેસે કર્યાં દાવા!
- બનાસકાંઠા જિલ્લા વિભાજન વચ્ચે Sthanik Swaraj Election ની જાહેરાત
- ધાનેરા નગરપાલિકા સહિત કેટલીક ન.પા. માટે ચૂંટણી જાહેર ન થતાં રોષ
- ધાનેરા આગેવાનો, કોંગ્રેસ નેતાઓના ભાજપ પર આકરા પ્રહાર
- શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, રજની પટેલની પ્રતિક્રિયા
બનાસકાંઠા જિલ્લા વિભાજન (Banaskantha Division) બાદ હવે વધુ એક વિરોધનો વંટોળ ઊભો થયો છે. આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની (Sthanik Swaraj Election) તારીખો જાહેર થઈ છે. ત્યારે ધાનેરા નગરપાલિકા, ખેડા જિલ્લા પંચાયત, બોરસદ, સોજિત્રા માટે ચૂંટણીની જાહેરાત ન થતાં કોંગ્રેસ નેતાઓ અને સ્થાનિક આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, BJP મહામંત્રી રજની પટેલ અને ધાનેરા સ્થાનિક આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતાં રોષ
બનાસકાંઠા જિલ્લા વિભાજનનાં (Banaskantha Division) વિરોધ વચ્ચે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ધાનેરા નગરપાલિકાની (Dhanera Municipality) ચૂંટણી જાહેર ન થતાં સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોનાં આગેવાનોએ કહ્યું કે, ભાજપ હાર ભાળી જતાં ચૂંટણી જાહેર ન કરી. ધાનેરાવાસીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. પરંતુ, હવે ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય ભાજપને ભારે પડશે.
Gujarat local body elections to be held on February 16 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર | GujaratFirst#LocalElections #GujaratPolls #ElectionDates #VotingDay #ElectionResults #MunicipalElections #GujaratFirst pic.twitter.com/Jcwgs1SCR7
— Gujarat First (@GujaratFirst) January 21, 2025
આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે ગુજરાત, કરોડોનાં વિકાસકામોની આપશે ભેટ
લોકોનાં આશીર્વાદ અને પ્રેમ સાથે કોંગ્રેસ આ ચૂંટણી જીતશે : શક્તિસિંહ ગોહિલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની (Sthanik Swaraj Election) જાહેરાત થતાં કોંગ્રેસ દ્વારા સત્તારૂઢ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજયસભાનાં સાસંદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ પક્ષ આ જાહેરાતોને આવકારે છે. મોટાભાગની ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે તે 19 ફેબ્રુઆરી, 2018 માં યોજાઈ હતી અને તેની મુદ્દત ફેબ્રુઆરી, 2023 માં પૂર્ણ થઈ ગઈ હતી. આમ, 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજાઈ. વહીવટ કરી, ભ્રષ્ટાચાર કરી ભાજપને ફાયદો કરાવવા વહીવટદારો મૂક્યા હતા. આ લોકશાહી માટે કલંક છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મને વિશ્વાસ છે લોકોનાં આશીર્વાદ અને પ્રેમ સાથે કોંગ્રેસ (Congress) પક્ષ આ ચૂંટણી જરૂર જીતશે.
આ પણ વાંચો - Sthanik Swaraj Election : ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? તારીખોની થઈ જાહેરાત
અમિત ચાવડા અને મનીશ દોશીનું નિવેદન
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, લાંબા સમયથી ચાલતા વહીવટદારોનાં રાજનો અંત આવે તેવી પ્રજા રાહ જોઈ રહી હતી. તેમણે કહ્યું કે, ખેડા જિલ્લા (Kheda) પંચાયતની ચૂંટણીની જાહેરાત નથી કરાઈ. સાથે જ બોરસદ, સોજિત્રામાં જાહેરાત પણ નથી કરવામાં આવી. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૈયાર છે. કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, લાંબા સમયથી ભાજપ સરકારનાં પાપે નાગરિકો ભોગ બન્યાં, પાયાની સુવિધાઓ પણ લોકોને નથી મળી. 12 મહિનાથી 2 વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યું તે અયોગ્ય છે. આથી, સમયસર ચૂંટણી થાય તે જરૂરી છે. તેમણે કહ્યું કે, મોડે મોડે ચૂંટણી જાહેર કરાઈ છે ત્યારે, અમે લોકો વચ્ચે જઈને ભાજપ સરકારનાં શાસનમાંથી મુક્તિ મળે તે માટે પ્રયત્નો કરીશું.
ચૂંટણી, સંગઠન અને બનાસકાંઠા વિવાદ મામલે રજની પટેલની પ્રતિક્રિયા
મનીષ દોશીએ (Manish Doshi) કહ્યું કે, જિલ્લા પંચાયત અને અનેક તાલુકા પંચાયતની ચૂંટણી હજું બાકી છે તે યોજવી જોઈએ. વર્ષોનાં ગેરવહીવટને લોકો સામે કોંગ્રેસ ખૂલ્લો પાડશે. બીજી તરફ ભાજપ મહામંત્રી રજની પટેલે (Rajni Patel) નિવેદન આપતા કહ્યું કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની જાહેરાત કરાઈ છે. જ્યારે ભાજપ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Sthanik Swaraj Election) માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે પ્રજા વચ્ચે જઈશું. પ્રજાનાં આશીર્વાદ અમને પહેલા કરતા પણ વધુ સારા મળશે. આગળ જે વ્યવસ્થાઓ થશે તે પ્રમાણે ફેરફાર કરીશું. આ સાથે ભાજપ સંગઠનમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે અટકી પડલે પ્રક્રિયા અંગે તેમણે કહ્યું કે, મંડળ બાદ હવે જિલ્લાઓની પણ ટૂંક સમયમાં જાહેરાત થશે. સંકલન પ્રમાણે નિમણૂક થતી હોય છે. બનાસકાંઠાનાં વિભાજન મુદ્દે તેમણે કહ્યું કે, બનાસકાંઠાનાં લોકોની જે માંગણીઓ છે તેને અમે સંભાળીશું. સરકાર કક્ષાએ પણ અમે આ મુદ્દે ધ્યાન દોરીશું.
આ પણ વાંચો - Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ