અમદાવાદના બોપલમાં બેફામ કારચાલકે યુવકને લીધો અડફેટે, ઘટના CCTV માં કેદ
- પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને લીધો અડફેટે
- અમરત રબારી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી
- અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
Ahmedabad શહેરમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહીં છે, છાસવારે એક નવો અકસ્માત થયા છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ફરી એકવાર અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ધટના બની છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે યુવકને અડફેટે હોવાની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે અમરત રબારી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ‘હિટ એન્ડ રન’ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
Ahmedabad ના Bopal માં બેફામ કારચાલકે સર્જાયો અકસ્માત | Gujarat First
પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને લીધો અડફેટે
અમરત રબારી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી
અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
અકસ્માત સર્જી કારચાલક થયો ફરાર
બોપલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી@AhmedabadPolice… pic.twitter.com/gB840oVFZl— Gujarat First (@GujaratFirst) February 26, 2025
આ પણ વાંચો: Jamnagar શહેરમાં હિટ એન્ડ રનનો બનાવ, કારચાલક વિદ્યાર્થીને ટક્કર મારી ફરાર
ઘટનાની જાણ થતા બોપલ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી
નોંધનીય છે કે, અકસ્માત સર્જી કારચાલક ફરાર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. જો કે, ઘટનાની જાણ થતા બોપલ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. અત્યારે બોપલ પોલીસે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હજી સુધી તેની કોઈ સંભાળ મળી નથી, પરંતુ પોલીસે કહ્યું કે, ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવશે.ઘટનામાં ઘાયલ યુવક અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
આ પણ વાંચો: VADODARA : બોર્ડ એક્ઝામ ટાણે રોડ-બ્રિજની કામગીરી નહીં કરવા માંગ
જામનગરમાં પણ બની હિટ એન્ડ રનની ઘટના
જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો એક ગંભીર બનાવ સામે આવ્યો. આ ઘટના રણમલ તળાવ ગેટ નંબર 2 પાસે બની હતી, જેમાં એક કાર ચાલકે એક વિદ્યાર્થીને ટક્કર મારી દેવાની ઘટના સામે આવી છે. આ ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા મુસ્તાક ખલીફાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતો. આ ઘટનાને લઈને સમગ્ર જામનગરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.