Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital Scam : મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા!

એસીપીએ કહ્યું કે, હાલ 33 બેન્ક એકાઉન્ટ ફોરેન્સિક ઓડિટ ચાલી રહ્યું છે.
khyati hospital scam   મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા
Advertisement
  1. અમદાવાદનાં 'ખ્યાતિકાંડ' નો સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો (Khyati Hospital Scam)
  2. કાર્તિક પટેલની પૂછપરછમાં થયા મસમોટા ખુલાસા
  3. શરૂઆતમાં કાર્તિક વીડિયો કેસેટનો વ્યવસાય કરતો હતો : ACP
  4. કાર્તિક પટેલના માર્ગદર્શનમાં જ હોસ્પિટલનું સંચાલન થતું: ACP

અમદાવાદનાં બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે, હવે કાર્તિક પટેલની (Kartik Patel) પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ અનુસાર, શરૂઆતમાં કાર્તિક પટેલ વીડિયો કેસેટનો વ્યવસાય કરતો હતો. ત્યાર બાદ બિલ્ડર બન્યો અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી હતી.

આ પણ વાંચો - Khyati hospital: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ

Advertisement

Advertisement

પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી દુબઇ ભાગી ગયો હતો આરોપી

અમદાવાદનાં 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે ગત મોડી રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરી હતી. 'ખ્યાતિકાંડ' બાદ છેલ્લા બે મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો. કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઇલ પણ મળી આવ્યો છે. કાર્તિક પટેલની પૂછપરછમાં મસમોટા ખુલાસા થયા છે. આરોપીની તપાસ અનુસાર, 'ખ્યાતિકાંડ' પોલ ખૂલ્યા બાદ તે વિદેશ ભાગી ગયો હતો. કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા (Australia) અને બાદમાં દુબઈ ભાગી ગયો હતો. ફરાર કાર્તિક પટેલને પકડવા માટે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી.

આ પણ વાંચો - Amreli : ગુજરાત સરકારમાં 'એકને ગોળ એકને ખોળ' : પ્રતાપ દુધાત

'હાલ 33 બેન્ક એકાઉન્ટ ફોરેન્સિક ઓડિટ ચાલી રહ્યું છે'

ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે (Bharat Patel) પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને જણાવ્યું કે, આ કેસમાં અત્યાર સુધી 8 આરોપી હતા, વધુ એક કાર્તિક પટેલની (Kartik Patel) ધરપકડ કરવામાં આવી છે. કાર્તિક પટેલના માર્ગદર્શનમાં જ હોસ્પિટલનું સંચાલન થતું હતું. હોસ્પિટલમાં નુકસાન બતાવવા માટે ઊંચા ખર્ચનો ઉલ્લેખ કરાતો હતો. જ્યારે, દર વર્ષે ડાયરેક્ટર અને અન્ય ડોકટરોની સેલરી પણ વધારાતી હતી. એસીપીએ કહ્યું કે, હાલ 33 બેન્ક એકાઉન્ટ ફોરેન્સિક ઓડિટ ચાલી રહ્યું છે. કાર્તિક પટેલ અંગે વાત કરતા ACP એ જણાવ્યું કે, શરૂઆતમાં કાર્તિક વીડિયો કેસેટનો વ્યવસાય કરતો હતો. જે બાદ બિલ્ડર બન્યો અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી હતી. 3 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા ગયો અને 11 નવેમ્બરે બનાવ બન્યો, જેથી તે ભારતની જગ્યાએ ન્યુઝીલેન્ડ અને ત્યાંથી દુબઇ (Dubai) ગયો. ઓસ્ટ્રેલિયાથી ઓનઅરાઈવલ વિઝા આધારે દુબઈ પહોંચ્યો હતો. કાર્તિક પટેલ સામે અત્યાર સુઘી 4 ફરિયાદ દાખલ થઈ છે. હાલ, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે, ED અને IT વિભાગ પણ સમગ્ર મુદ્દે તપાસ કરી રહ્યુ છે.

આ પણ વાંચો - ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? આવ્યા આ મહત્ત્વનાં સમાચાર!

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Plane Crash મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ!

featured-img
ગુજરાત

Plane crash : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુર્ઘટના સ્થળનું કર્યું નીરિક્ષણ, આ દુર્ઘટનાથી આખો દેશ દુઃખી: અમિતભાઈ શાહ

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટના અંગે મોટો ધડાકો! સો. મીડિયા પર વાઇરલ થઈ આ પોસ્ટ

featured-img
Top News

Ahmedabad Plane Crash: એક જ પરિવારના 5 લોકોના મોત,અંતિમ સેલ્ફી આવી સામે

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : પૂર્વ CM વિજય રૂપાણીના નિધનની તારીખને લઈ દુઃખદ સંયોગ! જુઓ છેલ્લી તસવીર-Video

featured-img
Top News

Plane Crash :લગ્ન બાદ પહેલીવાર પતિને મળવા લંડન જતી ખુશ્બૂનો અંતિમ Video આવ્યો સામે

Trending News

.

×