ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાતોરાત રૂપિયા કમાવવાની લાલચમાં યુવક ગુનાખોરીના રવાડે ચડ્યો અને પછી થયું કઇંક આવું...

અહેવાલ - પ્રદિપ કચિયા લગ્ન કરવા માટે રાતોરાત રૂપિયા કમાવવાની લાલચમાં યુવક ગુનાખોરીના રવાડે ચડ્યો. અને ઘરફોડ ચોરી, ચેઈન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ સહિત અનેક ગુના ને અંજામ આપ્યો. જો કે અંતે લગ્નના ગણતરીના દિવસો પહેલા જ આવી ગયો પોલીસના સકંજામાં....
08:30 PM Dec 14, 2023 IST | Hardik Shah

અહેવાલ - પ્રદિપ કચિયા

લગ્ન કરવા માટે રાતોરાત રૂપિયા કમાવવાની લાલચમાં યુવક ગુનાખોરીના રવાડે ચડ્યો. અને ઘરફોડ ચોરી, ચેઈન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ સહિત અનેક ગુના ને અંજામ આપ્યો. જો કે અંતે લગ્નના ગણતરીના દિવસો પહેલા જ આવી ગયો પોલીસના સકંજામાં.

પોલીસ સકંજામાં રહેલા આ બંને આરોપીઓના નામ પિયુષ પટણી અને અમિત પટણી છે. બંને આરોપીઓની ઝોન વન એલસીબી કોડે કરી છે અને નારણપુરા તેમજ ઘાટલોડીયા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી, ચેઈન સ્નેચિંગ, મોબાઇલ સ્નેચિંગ અને લૂંટ ના ગુના નો ભેદ ઉકેલ્યો છે. આરોપી પાસેથી પોલીસે 7 મોબાઈલ, ચેન ના ટુકડા અને મોટરસાયકલ સહિત ₹2,28,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે.

A division ACP જે ડી બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી માંથી અમિત પટણીના દસ દિવસ બાદ લગ્ન છે. રાતો રાત રૂપિયા કમાવવાની લાલચ અને પ્રેમ લગ્ન કરતો હોવાથી સાસરીમાં રૂપિયા વાળો દેખાડવાની લાલચમાં આરોપી ચોરીના રવાડે ચડ્યો હતો. હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે તપાસ દરમિયાન અન્ય ગુણો પણ ઉકેલ આવી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - સુરતમાં બ્રિજ પર યુવકે કર્યો એવો જોખમી સ્ટંટ કે અન્ય વાહનચાલકોના શ્વાસ થઇ ગયા અધ્ધર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad CrimeAhmedabad NewsCrimeearning moneyGujaratGujarat FirstGujarat News
Next Article