Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ધોળકા તાલુકામાં ચોરીના ઈરાદે આવેલા શખ્સે કરી વૃદ્ધાની કરપીણ હત્યા

Ahmedabad: ચોરી કરવા આવેલા શખ્સે ઘરની બહાર સુતેલા તખીબેન રાવજીભાઈ ઠાકોર (ઉ.75 વર્ષ) નામના વૃદ્ધા અવાજ આવતા જાગી જતા બુમા બુમ કરી હતી
ahmedabad  ધોળકા તાલુકામાં ચોરીના ઈરાદે આવેલા શખ્સે કરી વૃદ્ધાની કરપીણ હત્યા
Advertisement
  1. ચોરીના ઈરાદે આવેલા શખ્સે લાકડાના ફટકા મારી કરી હત્યા
  2. ચલોડા ગામની સીમમાં આવેલ 360 ફાર્મમાં મોડી રાત્રિનો બનાવ
  3. આસપાસના લોકો જાગી જતા ચોરને પકડી પોલીસ હવાલે કર્યો

Ahmedabad: ધોળકાના ચલોડા ગામે હત્યાની એક ઘટના સામે આવી છે. ગામમાં ચોરી કરવા આવેલા ચોરે વૃદ્ધાની લાકડીના ફટકા મારી હત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે મોડી રાત્રે ચોરી કરવાના ઈરાદે આવેલા એક શખ્સે વૃદ્ધાની લાકડીના ફટકા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની વાત કરવામાં આવે તો, ચલોડા ગામની સીમમાં આવેલ 360 ફાર્મમાં આ સમગ્ર બનાવ બન્યો છે.

આ પણ વાંચો: જંબુસરમાં નવયુગ વિદ્યાલયમાં થઈ બબાલ, આચાર્ય અને શિક્ષક વચ્ચે છૂટા હાથે મારામારી

Advertisement

આસપાસના લોકો જાગી જતા ચોરને પકડી પોલીસ હવાલે કર્યો

ઉલ્લેખનીય છે કે, ચોરી કરવા આવેલા શખ્સે ઘરની બહાર સુતેલા તખીબેન રાવજીભાઈ ઠાકોર (ઉ.75 વર્ષ) નામના વૃદ્ધા અવાજ આવતા જાગી જતા બુમા બુમ કરી હતી, ત્યારે આરોપીએ લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. ત્યારબાદ ચોર એક મકાનની દિવાલ તોડી રહ્યો હતો ત્યારે મકાનમાં રહેતા લોકો જાગી જતા ચોરને ઝડપી પાડ્યો હતો અને પોલીસવાલે કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Surat : એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરી રહ્યો હતો યુવક, ચાલુ મશીને ઊભો થયો અને..!

મૃતક વૃધ્ધાને પીએમ માટે ધોળકાની સરકારી હોસ્પિટલ ખસેડાયા

પોલીસે કરેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ચોર કાળુભાઈ ખોડાભાઈ ઠાકોર (રહે કોદાળીયાપુરા)ને પકડી પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે. જ્યારે મૃતક વૃધ્ધાને પીએમ માટે ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા આવ્યા છે. મહત્વની વાત એ છે કે, ધોળકા તાલુકામાં ચોરીના બનાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે જેમાં હવે ચોરો હત્યાઓ પણ કરી રહ્યા છે. અગાઉ પણ ધોળકા શહેરમાં સુરભી સોસાયટીમાં એક ચોરે યુવાનની હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Sabarkantha : મજુરી કામના પૈસા માંગવા બાબતે લાંચનું છટકુ ગોઠવાયું, મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચની ધરપકડ

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

featured-img
રાષ્ટ્રીય

Bihar : ઝાડ પર લટકતી હતી પુત્રની લાશ, જોઈને પરિજનો ચોંકી ગયા, પોલીસને કહ્યું- સાહેબ, આ હત્યા છે

featured-img
ગુજરાત

VADODARA : સ્કૂલ એડમિનિસ્ટ્રેટરની ઐતિહાસીક 50 કિમીની સાયકલ રાઇડ પૂર્ણ

featured-img
રાષ્ટ્રીય

ગેંગસ્ટર અમન સાહુના એન્કાઉન્ટર પર લોરેન્સના ભાઈ અનમોલે કરી પોસ્ટ, લખ્યું, 'બધાનો હિસાબ જલ્દી જ થશે'

featured-img
ગુજરાત

VADODARA : હિટ એન્ડ રન કેસમાં આરોપીઓના રેપીડ ટેસ્ટમાં થયો મોટો ખુલાસો

×

Live Tv

Trending News

.

×