Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશભરમાં રોકાણના નામે 200 કરોડની છેતરપિંડી કરનાર દંપતિની ચાંદખેડા પોલીસે કરી ધરપકડ

Chandkheda Police : દેશભરમાં ડીઆઇએફએમ (DRFM) નામની એપ્લીકેશન દ્વારા આઇડી બનાવીને વિવિધ ફંડમાં રોકાણ કરાવીને થતા નફામાં 70 ટકા જેટલો નફો અપાવવાની લાલચ આપીને 200 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનારા દંપતિની ચાંદખેડા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે મુંબઇથી ધરપકડ કરી છે. સોશિયલ...
11:34 PM Jun 12, 2024 IST | Hardik Shah
Chandkheda Police

Chandkheda Police : દેશભરમાં ડીઆઇએફએમ (DRFM) નામની એપ્લીકેશન દ્વારા આઇડી બનાવીને વિવિધ ફંડમાં રોકાણ કરાવીને થતા નફામાં 70 ટકા જેટલો નફો અપાવવાની લાલચ આપીને 200 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનારા દંપતિની ચાંદખેડા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે મુંબઇથી ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર લોકોને રોકાણની સામે વળતરની લાલચ આપીને મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ 160 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી. મહેતા દંપતિએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ધાનેરા સહિતના શહેરોમાં અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા.

ઓનલાઇન કરોડો રૂપિયા પડાવ્યા

શહેરના જગતપુર રોડ પર આવેલા ગણેશ જેનીસીસ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન મહેતાએ નિવૃતિ બાદ આવેલા બચતની રકમ પર સારું વળતર મળી રહે તે માટે તેમના મિત્રોની સલાહથી DRFM નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને Log in કરીને રૂપિયા 25 લાખનું રોકાણ કર્યું હતું. આ એપ્લીકેશનની માલિકી ધરાવનાર બ્લીસ કન્સલ્ટન્ટના આશિષ શૈલેષભાઇ મહેતા અને તેમના પત્ની શિવાંગી મહેતા (બંને રહે. વી વર્ક એબોરોય કોમર્સ, એબોરોય સીટી,ગોરેગાવ, મુંબઇ)એ શોભનાબેનને ખાતરી આપી હતી કે રોકાણ પણ જે નફો મળશે તે નફાના 70 ટકા ભાગ અપાવશે. શરૂઆતના તબક્કાના વિશ્વાસ જીતવા માટે તેમણે થોડા મહિના નાણાં જમા કરાવ્યા હતા. જોકે ત્યારબાદ જમા કરાવવાનું બંધ કર્યું હતું. બીજી તરફ નાણાંની જરૂર પડતા શોભનાબહેને નાણાં પરત માંગતા આપવાની મનાઇ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

મોટી સંખ્યામાં લોકો ભોગ બન્યા હોવાની પોલીસને આશંકા

પોલીસે તપાસ કરતા આશિષ શૈલેષભાઇ મહેતાએ તેના પત્ની સાથે મળીને દેશભરમાંથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધાયા બાદ આશિષ મહેતા અને શિવાંગી મહેતા ફરાર હતા. મુંબઇ પોલીસે તેમની સુરતથી ધરપકડ કરી હતી. સાથે સાથે બંને જણા તેમના એકાઉન્ટમાં રહેતા હવાલાથી વિદેશમાં મોકલે તે પહેલાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાએ રૂપિયા 160 કરોડ જેટલી માતબર રકમ ફ્રીઝ કરી હતી. બંને જણાએ સાથે ગુજરાતમાં અનેક લોકોને ટાર્ગેટ કર્યાની વિગતો ચાંદખેડા પોલીસને મળી છે. ત્યારે ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક સાંધવા માટે સુચના આપવામાં આવી છે.

અહેવાલ - દિર્ઘાયુ વ્યાસ

આ પણ વાંચો - અમદાવાદ એરપોર્ટ પરથી ફિલીપાઇન્સની મહિલા પાસેથી સ્કૂલ બેગમાં 2.121 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો - Ganesh Gondal : દલિત સમાજની રેલી, સરકારને કરી આ માગ, ગણેશ ગોંડલના સમર્થનમાં 84 ગામ બંધ!

Tags :
AhmedabadAhmedabad NewsChandkhedaChandkheda NewsCHANDKHEDA POLICEChandkheda police arrested a couple who cheated 200 crorescouple who cheated 200 croresGujaratGujarat FirstGujarat Newspolice
Next Article