કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ, છેલ્લા બે દિવસથી હતો ગૂમ
કેનેડામાંથી એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કેનેડામાં આભ્યાસ કરતો મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી ગૂમ હતો ત્યારે અંતે તેનો મૃતદેહ મળતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
હર્ષ પટેલ મૂળ અમદાવાદનો રહેવાસી હતો અને કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયો હતો. તે છેલ્લા 2 દિવસથી ગૂમ હતો અને લાંબી શોધખોળ બાદ આખરે તેનો મૃતદેહ ટોરેન્ટોમાંથી મળી આવ્યો છે. તે સિવાય હર્ષના પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગૂમ છે. જોકે તે કયાં કારણોસર મૃત્યુ પામ્યો છે તે કારણ હજું અકબંધ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, આ પહેલા હાલમાં જ ગુજરાતના બે યુવાનો જે અભ્યાસ કરવા ગયા હતા તે બંને લેકમાં ડૂબી ગયાની ઘટના સામે આવી હતી. જોકે બંનેની શોધખોળ ચાલુ છે છતાં હજુ (આ લખાય છે ત્યાં સુધી) તેમની કોઈ માહિતી સામે આવી નથી.