Ahmedabad: કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરવાની AMCએ કરી સત્તાવાર જાહેરાત
- કાર્નિવલ અંગે AMCએ કરી સત્તાવાર જાહેરાત
- 31 ડિસેમ્બર સુધી યોજાનારો કાર્નિવલ સંપૂર્ણ રદ્દ
- પૂર્વ PM મનમોહન સિંહના નિધનથી રાષ્ટ્રીય શોક
Ahmedabad: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગઈ કાલે દુઃખદ અવસાન થયું. આવતીકાલે (શનિવાર) સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમની એક દીકરી વિદેશમાં છે અને તેના આગમન બાદ જ અંતિમ વિદાયની પ્રક્રિયા થશે. ડૉ. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જેને લઈને અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: શાંત સ્વભાવ પાછળ એક કડક અને મજબૂત નેતાગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે Dr Manmohan Singh
ગઈ કાલે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જેમણે ગઈ કાલે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ શાંતિપ્રિય સ્વભાવ અને નમ્ર શૈલી માટે જાણીતા હતા. વય સંબિધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેમને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન તેમણે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા હતા. તેમના અવસાન સમયે તેઓ આશરે 15 કરોડ રૂપિયાની સંપત્તિ પાછળ છોડી ગયા છે.
આ પણ વાંચો: Cambridge-Oxford માં કર્યો અભ્યાસ, જાણો Dr. Manmohan Singh નાં પ્રેરણાદાયી જીવન અંગે
અર્થશાસ્ત્રી તરીકે ડૉ.મનમોહન સિંહે કોઈ પરિચયની જરૂર નથી
ભારતના સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાં જો કોઈનું નામ પહેલી હરોળમાં લેવાય તો તે છે ડૉ.મનમોહન સિંહ. અર્થશાસ્ત્રી તરીકે ડૉ.મનમોહન સિંહની પ્રતિભાને કોઈ પરિચયની જરૂર નથી. જેઓ અર્થશાસ્ત્રને જાણે છે તે લોકો જાણે જ છે કે ડૉ. મનમોહન સિંહ દેશના અર્થતંત્ર માટે કેટલા જરૂરી હતા. ભારત દેશને આર્થિક રીતે મજબૂત બનાવવામાં ડૉ.મનમોહન સિંહનો સિંહ ફાળો રહ્યો છે. તેમને ભારત દેશ સદીઓ સુધી યાદ રાખશે.
આ પણ વાંચો: Manmohan Singh:આર્થિક ઉદારીકરણથી લઈ આધાર કાર્ડ અને RTIમાં મહત્વની ભૂમિકા ભજવી !