ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી ખાતે NIMCJ દ્વારા મીડિયોત્સવ 2025નું આયોજન, આટલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં NIMCJ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે મીડિયોત્સવની બીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે.
10:44 PM Feb 21, 2025 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Mediotsav 2025
  1. ગુજરાત યુનિયુનિવર્સિટીના ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે
  2. વિદ્યાર્થીઓ માટે મીડિયોત્સવની બીજી સિઝનનું આયોજન
  3. ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં મિડીયોત્સવ 2025 યોજાશે

Ahmedabad: અમદાવાદમાં NIMCJ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે મીડિયોત્સવની બીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું. આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં મિડીયોત્સવ 2025 યોજાશે. કાર્યક્રમમાં વકતૃત્વ, ન્યૂઝ એન્કરિંગ, ડિબેટ, ક્વિઝ, મીમ મેકિંગ અને રેમ્પ વોક સહિતની સ્પર્ધાઓ યોજાશે. રાજ્યભરની મીડિયા શિક્ષણ સંસ્થાઓ તથા અન્ય કોલેજોના અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેશે. નોંધનીય છે કે, તમામ વિદ્યાર્થીઓને એવોર્ડ્સ સર્ટિફિકેટ આપી યોગ્ય સન્માન આપવામાં આવશે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ રહેશે ઉપસ્થિત

મીડિયોત્સવ 2025ના ઉદ્ઘાટન સત્રમાં જાણીતા ફિલ્મમેકર અભિષેક જૈન મુખ્ય મહેમાનપદે રહેશે. આ ઉપરાંત ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલના ચેનલ હેડ ડૉ. વિવેક ભટ્ટ, સોશિયલ એમ્પ્લીફાયરના સ્થાપક વિવેક નથવાણી અને સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સિસ, ગુજરાત યુનિવર્સિટીના નિયામક ડૉ. પાવન પંડિત અતિથિવિશેષપદે રહેશે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન અને ટ્રસ્ટીગણ વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે મીડિયા અને મનોરંજન જગતના સુપ્રસિદ્ધ વ્યક્તિત્વો અંકિત ગોર, દેવાંશી જોશી, સંજય ચક્રવર્તી, રાજીવ પટેલ, સુરેશ મિસ્ત્રી, ભૂષણ કંકલ, દેવાંગ ભટ્ટ, હર્ષ ભટ્ટ, મેઘના ઓઝા, નૈષધ પુરાણી સેવાઓ આપશે. કાર્યક્રમના પૂર્ણાહુતિ સમારોહમાં જાણીતા પોડકાસ્ટર જય થડેશ્વર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: Chhota Udepur : 'ગેર મેળા' માટે જનજાગૃતિ લાવવા “ગેર માટે દોડ” નું આયોજન

રાજ્યભરના 300થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેશે

મહત્વની વાત એ છે કે, આ મીડિયોત્સની બીજી સિઝનમાં ઓફિસિયલ મીડિયા પાર્ટનર તરીકે ગુજરાત ફર્સ્ટ પણ આ કાર્યક્રમમાં જોડાયું છે. ગુજરાત ભરની 20 થી વધુ કોલેજોના 300થી પણ વધારે વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મીડિયોત્સવ 2025ની વિગતો આપતા સંસ્થાના નિયામક ડૉ. શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે, સંસ્થાના વિદ્યાર્થીઓએ ગત વર્ષે શરૂ કરેલા આ કાર્યક્રમને ઉત્સાહવર્ધક આવકાર મળી રહ્યો છે. આ વર્ષે મિડીયોત્સવ 2025 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ, ડિબેટ, ન્યુઝ એન્કરિંગ, આર. જે , એડ-મેડ, ક્વિઝ, મોનો એક્ટ, ગ્રાફિક ડિઝાઇનિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને રેમ્પ વોક તેમજ કન્ટેન્ટ રાઇટીંગ અને પ્રયોગાત્મક એનિમેશનના વર્કશોપ પણ યોજાશે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
AhmedabadGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarat universityGujarat University Latest NewsGujarat University newsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsMedia Festival 2025Media Festival 2025 NewsMediotsav 2025 NewsMediotsav 2025 UpdateNIMCJNIMCJ Mediotsav 2025official media partner Gujarat First