Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વસ્ત્રાલ RTO બહાર જ RTO ના ચલણની બોગસ રસીદ બનાવનાર એજન્ટ ઝડપાયો

Ahmedabad : અમદાવાદની વસ્ત્રાલ RTO બહાર RTO ના ચલણની બોગસ રસીદ બનાવનાર એજન્ટ ઝડપાયો છે. આરટીઓનો મેમો આવ્યો હોય તેવા આ ચાલકોને આરટીઓ મેમો ઓછી કિંમતમાં ભરી આપવાની લાલચ આપી આરોપી ચલણ મેળવી નકલી રસીદ બનાવી પૈસા પડાવતો હતો. જે...
ahmedabad   વસ્ત્રાલ rto બહાર જ rto ના ચલણની બોગસ રસીદ બનાવનાર એજન્ટ ઝડપાયો

Ahmedabad : અમદાવાદની વસ્ત્રાલ RTO બહાર RTO ના ચલણની બોગસ રસીદ બનાવનાર એજન્ટ ઝડપાયો છે. આરટીઓનો મેમો આવ્યો હોય તેવા આ ચાલકોને આરટીઓ મેમો ઓછી કિંમતમાં ભરી આપવાની લાલચ આપી આરોપી ચલણ મેળવી નકલી રસીદ બનાવી પૈસા પડાવતો હતો. જે મામલે ખોખરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની તપાસ શરૂ કરી છે. કોણ છે આરોપી અને કઈ રીતે બનાવતો લોકોને શિકાર જોઈએ આ અહેવાલમાં..

Advertisement

ખોખરા પોલીસની કસ્ટડીમાં દેખાતા આરોપીનું નામ સમીર અન્સારી છે. બાપુનગરનો રહેવાસી આરોપી વસ્ત્રાલની આરટીઓ બહાર ઘણા વર્ષોથી એજન્ટ તરીકે કામ કરે છે. આ આરોપીએ જે વાહનચાલકોને આરટીઓના ચલણ મળ્યા હોય તેવા લોકોને શોધીને ચલણની રકમ ઓછી કરી આપવાની લાલચ આપી તે ચલણ મેળવી પોતાના ફોનમાં આરટીઓની નકલી રસીદ બનાવી પૈસા પડાવતો હતો. જે મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો, જેના આધારે પોલીસે આ આરોપીને પકડી પાડ્યો છે. જોકે તેનો સાથે RTO નો કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે પુછપરછ શરૂ કરાઇ છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ ભરવાડ નામના આરટીઓના જુનિયર ક્લાર્ક દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 21 મી જૂન 2024ના સવારના સમયે તેઓની પાસે એક વાહન ચાલક આવ્યો હતો અને તેણે આરટીઓના દંડ ભર્યાની રસીદ અને અન્ય ડોક્યુમેન્ટ આપ્યા હતા. જે જોતા તે રસીદમાં ગુજરાતીમાં સિક્કો મારેલો હતો અને સહી કરેલી હતી. જોકે આરટીઓમાં ગોળ અંગ્રેજીમાં સિક્કો હોય જેથી તેઓને શંકા જતા તેઓએ પૂછતા તે રસીદ બાપુનગરના સમીર અબ્દુલ હમીદ અન્સારી નામના યુવકે બનાવી આપી હોવાનુ જણાવ્યું હતું. જે વ્યક્તિ આરટીઓના ચલણની દંડની રકમ ભરવા આવ્યો હતો, તેમાં અંદાજે 8000 રૂપિયાનો દંડ ભરવાનો થતો હતો, જોકે આરોપીએ 4,500 લઈને ખોટી સહી સિક્કા કરીને નકલી રસીદ બનાવી હોવાનું સામે આવતા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આ ઘટનાને લઈને ખોખરા પોલીસે સમીર અન્સારી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે તે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે અને વર્ષ 2015 થી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. અત્યાર સુધી માટે ચારથી પાંચ વખત આવા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હોય અને હાલમાં જ પાસા કાપીને બહાર આવ્યો હતો. પૈસાની જરૂર હોવાથી તેણે છેલ્લા 20 દિવસમાં 15 થી 20 લોકો પાસેથી આ રીતે નકલી ચલણ બનાવી પૈસા પડાવી લીધા હતા. જેથી આ સમગ્ર મામલે તેની પાસેથી સિક્કો અને અન્ય મુદ્દામાલ કબજે કરી તેની વધુ તપાસ ખોખરા પોલીસે હાથ ધરી છે.

અહેવાલ - પ્રદીપ કચિયા

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રસના ધારાસભ્ય સહિત NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ

આ પણ વાંચો - Rath Yatra પહેલા અમદાવાદ શહેર પોલીસનું મેગા કોમ્બિંગ

Tags :
Advertisement

.