Ahmedabad: ખાનગી શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ આજથી શરૂ, ખોટા ફોર્મ ભરશો તો થશે કાર્યવાહી
- નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ પ્રક્રિયા શરૂ
- RTE એકટ હેઠળ 28 ફેબ્રુઆરી થી 12 માર્ચ-૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
- 01 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તે બાળકોઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર
Ahmedabad: રાજ્યની ખાનગી શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન (Right to Education) અંતર્ગત પ્રવેશ કાર્યવાહીની આર્થિક શરૂઆત થઈ છે, જે 12 માર્ચ સુધી ચાલશે. અમદાવાદ શહેરમાં 1300 જેટલી શાળાની 14778 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી થવાની છે. દર વર્ષે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા RTE પ્રવેશ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં શહેરી વિસ્તારમાં રહેતા વાલીઓને વાર્ષિક આવક દોઢ લાખ હોય તો તેમને ખાનગી શાળામાં નિયમ પ્રમાણે પ્રદેશ મળતો હોય છે.
આ પણ વાંચો: Rajkot: ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું
અમદાવાદ શહેરમાં 1300 જેટલી શાળાની 14778 બેઠકો
ખાનગી શાળાની 25% બેઠકો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવતી હોય છે. પ્રવેશ માટે ફોર્મ ભરતા સમયે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને ખાસ તકેદારી રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. કારણ કે મોટાભાગે વાલીઓ સાયબર કેફેમાં ફોર્મ ભરાવતા સમયે શાળા પસંદગી કરવામાં અને ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ કરતા હોય છે. જેના કારણે અંતિમ ઘડીએ વાલીઓને રઝળી પડવાનો વારો આવતો હોય છે.
આ પણ વાંચો: Devayat Khawad Controversy : લોકસાહિત્યકાર દેવાયત ખવડના વિવાદમાં સામસામે ફરિયાદ
વાલીઓ ખોટા દસ્તાવેજના આધારે ફોર્મ ભરશે કાર્યવાહી થશે
આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે, જો વાલી ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો તે ફોર્મ ભરતા સમયે જાહેર કરી તેના ડોક્યુમેન્ટ અપલોડ કરવા, આવકના દસ્તાવેજ અપલોડ કરવા માટે પણ ખાસ કાળજી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. કારણકે છેલ્લા કેટલાક વર્ષોથી અને ગયા વર્ષે 200 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ RTE ક્વોટામાંથી રદ કરાયા હતા કારણકે ખોટા દસ્તાવેજના આધારે તેમનો પ્રવેશ મેળવ્યો હતો. જો વાલી ખોટા દસ્તાવેજના આધારે ફોર્મ ભરશે તો પ્રવેશ રદ કરીને પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત સાયબર કેફેમાં ફોર્મ ભરતાં સમયે જો કોઈ પ્રવેશ માટે પૈસાની માંગ કરે અને વાયદો આપે તો વાતમાં ન આવવા માટે પણ ભલામણ કરાઈ છે.