Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટોરેન્ટ પાવરમાં કામ કરતા યુવકે સાસરીયાના ત્રાસથી કર્યો આપઘાત, સરખેજ પોલીસે 9 લોકોની કરી ધરપકડ

સામાન્ય રીતે પુત્રવધુ સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળીને આપઘાતનું પગલું ભરતી હોય છે. આવા કિસ્સા તો સાંભળ્યા હશે પરંતુ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો. અક્ષય ચૌધરી નામના યુવકે સાસરીયા પક્ષના ત્રાસથી ગળે ફાંસો ખાઈને...
ટોરેન્ટ પાવરમાં કામ કરતા યુવકે સાસરીયાના ત્રાસથી કર્યો આપઘાત  સરખેજ પોલીસે 9 લોકોની કરી ધરપકડ

સામાન્ય રીતે પુત્રવધુ સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળીને આપઘાતનું પગલું ભરતી હોય છે. આવા કિસ્સા તો સાંભળ્યા હશે પરંતુ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો. અક્ષય ચૌધરી નામના યુવકે સાસરીયા પક્ષના ત્રાસથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંક આવી લીધું હતું, જે મામલે પોલીસે એક બે નહીં પરંતુ 12 વિરુદ્ધ ફરિયાદ નોંધ અને નવ લોકોને ધરપકડ કરી લીધી છે.

Advertisement

અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સાસરીયા પક્ષના માનસિક ત્રાસથી જમાઈએ માર્ચ મહિનામાં આપધાત કરી લીધો હતો. આપધાત કરતા પહેલા મૃતક જમાઈએ મોબાઇલમાં એક વિડીયો પણ બનાવ્યો હતો. જેમાં સાસરીયા પક્ષ વિરુદ્ધ કેટલાક ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા હતા. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવારજનો એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સાસરીયા પક્ષના લોકો બે મહિના સુધી નાસ્તા ફરતા રહ્યા. પોલીસને બાતમીના આધારે વડોદરા માંથી 12 પૈકી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

મૃતક અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો. આપઘાત કરતા પહેલા બનાવેલ વીડિયોમાં તેને આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની સાસુ, સસરા સહિત મામા સસરા તરફથી હેરાનગતિ કરવામાં આવતી હતી. એટલું જ નહીં પરંતુ તેના મમ્મી - પપ્પાથી અલગ કરીને ઘર જમાઈ બનવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત પૈસાની પણ માગણી કરવામાં આવતી હતી. જેથી અંતે કંટાળીને તેને આપઘાત કરવાની ફરજ પડી હતી. પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં તેના સાસુ સસરા સહિત તેની પત્નીનો પણ સમાવેશ થાય છે જોકે પત્ની ગર્ભવતી હોવાના કારણે હાઇકોર્ટ તરફથી વચગાળાના જામીન મેળવી લીધા છે.

Advertisement

સરખેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ સ્ટેશનની મદદ પણ લીધી હતી જે વાત એક ખાસ સ્કીમ બનાવીને આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ મામલે હજુ પણ મુખ્ય ત્રણ આરોપી ફરાર છે જેને શોધવા માટે પોલીસ કામે લાગી છે.

આ પણ વાંચો - મોદી સરકારે લોકોને આપી મોટી રાહત! SMARTPHONE-TV ના ભાવ ઘટ્યા, જાણો નવી કિંમત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - પ્રદિપ કચિયા

Tags :
Advertisement

.