Mohammed Shami Fitness: મોહમ્મદ શમીએ વાપસી અંગે કહીં આ મોટી વાત
- ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે
- શમીએ તેની વાપસીને લઈને આવ્યા સમાચાર
- વર્લ્ડકપની ફાઈનલ બાદથી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો
Mohammed Shami :ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે. ટીમ ઈન્ડિયાના ચાહકો આ પ્રવાસમાં મોહમ્મદ શમીની(Mohammed Shami) વાપસી જોવા ઈચ્છે છે. શમી છેલ્લા વનડે વર્લ્ડકપની ફાઈનલ બાદથી ક્રિકેટના મેદાનથી દૂર છે. તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે તે T20 વર્લ્ડકપ અને ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝનો ભાગ બની શક્યો નહોતો. આ દરમિયાન તેણે પોતાની ફિટનેસને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
શમીએ તેની વાપસીને લઈને એક મોટું અપડેટ આપ્યું
તાજેતરમાં જ મોહમ્મદ શમીએ એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે તેનો ઘૂંટણ હવે ઠીક છે અને તેની ફિટનેસ પણ પહેલા કરતા સારી છે. આશા છે કે તે જલ્દી ફિટ થઈ જશે અને ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.
આ પણ વાંચો -
વીડિયો વાયરલ થયો હતો
ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ સમાપ્ત થયા બાદ મોહમ્મદ શમીએ પણ ટીમ ઈન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલની દેખરેખ હેઠળ બોલિંગ કરી હતી. અગાઉ એવી અપેક્ષા હતી કે તેને રણજી ટ્રોફી દરમિયાન તક મળી શકે છે, પરંતુ બંગાળની ટીમે તેનો સમાવેશ કર્યો ન હતો. તેને દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફીમાં પણ તક મળી ન હતી.
Mohmmad shami not looking in real touch 🤐
Not a good sign for Indian cricket
pic.twitter.com/ey9UqHQiDv— Ajay ♑ (@coruptajxy) October 21, 2024
આ પણ વાંચો -
રોહિત શર્માએ શમીને લઈને મોટું નિવેદન આપ્યું છે
ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટ મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા રોહિત શર્માએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શમીની પસંદગી કરવી મુશ્કેલ છે. તેના ઘૂંટણમાં સોજો છે. આ કારણે તેની રિકવરીમાં વિલંબ થઈ રહ્યો છે. તે હાલમાં એનસીએમાં ડોક્ટરો અને ફિઝિયો સાથે છે. અમે નબળા શમીને ઓસ્ટ્રેલિયા લાવવા માંગતા નથી. અમને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે.