Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ન્યુજીલેંડ સામે સેમિફાઇનલ મેચમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલી નીકળ્યો સચિનથી આગળ, બનાવ્યો આ મોટો રેકોર્ડ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. aaછેલ્લી પાંચ લીગ મેચોની જેમ, ભારતે સમાન...
03:23 PM Nov 15, 2023 IST | Harsh Bhatt

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

aaછેલ્લી પાંચ લીગ મેચોની જેમ, ભારતે સમાન પ્લેઇંગ 11 સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ટીમના સૌથી મોટા ખેલાડી વિરાટ કોહલીએ સેમી ફાઈનલ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. આ મેચમાં પ્રવેશતાની સાથે જ તેણે એક એવું કારનામું કર્યું જે આ પહેલા કોઈ ભારતીય કરી શક્યું ન હતું.

વિરાટ સચિન કરતા આગળ નીકળી ગયો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારત માટે 1996, 2003 અને 2011 વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી હતી. પરંતુ હવે વિરાટ કોહલી સચિન કરતા પણ આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલી ચોથી વખત વર્લ્ડ કપની સેમીફાઈનલ રમવા મેદાનમાં આવ્યો છે. વિરાટે 2011, 2015 અને 2019માં છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં ભારત માટે સેમિફાઇનલ મેચ રમી હતી. હવે તે ચાર સેમીફાઈનલ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

આ પણ વાંચો -- આ કયો નશો કરીને બોલે છે, ઈન્જમામ ઉલ હકને લઇને હરભજનસિંહે કેમ આવું કહ્યું, જાણો

 

Tags :
ICCrecordsachin tendulkarSemi-FinalVirat Kohliworld cup 2023
Next Article