ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

સાન્તાક્લોઝનો ડ્રેસ હંમેશા લાલ અને સફેદ કેમ હોય છે? શું કોકા-કોલા સાથે છે કોઈ કનેક્શન

શું તમે જાણો છો કે, સાન્તાક્લોઝનો ડ્રેસ ક્યારથી લાલ અને સફેદ થઈ ગયો? શા માટે સાન્તા હંમેશા લાલ અને સફેદ પોશાકમાં દેખાય છે?
11:51 AM Dec 26, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
Santa Claus Dress

Santa Claus Dress: શું તમે જાણો છો કે, સાન્તાક્લોઝનો ડ્રેસ ક્યારથી લાલ અને સફેદ થઈ ગયો? શા માટે સાન્તા હંમેશા લાલ અને સફેદ પોશાકમાં દેખાય છે? વાંચો રસપ્રદ માહિતી

સાન્તાક્લોઝનો ડ્રેસ માત્ર લાલ અને સફેદ કેમ?

Santa Claus Dress : નાતાલ પહેલા ભેટ આપવા આવતા સાન્તાક્લોઝનો ડ્રેસ માત્ર લાલ અને સફેદ કેમ હોય છે? શું સાન્તાક્લોઝનો ડ્રેસ હંમેશાથી આવો હતો? છેવટે, સાન્તાક્લોઝના ડ્રેસ અને કોકા કોલા વચ્ચે શું જોડાણ છે? ચાલો જાણીએ કે, કેવી રીતે સાન્તાક્લોઝના ડ્રેસનો રંગ લાલ અને સફેદ થઈ ગયો અને તે ફેમસ થઈ ગયો.

કોણ છે સાન્તા?

સાન્તાના ડ્રેસ વિશે જાણતા પહેલા ચાલો જાણી લઈએ કે, સાન્તા કોણ છે? આપણે બધા જાણીએ છીએ કે તે મોટી દાઢી, મોટા પેટ અને ગિફ્ટ લઈને લોકોની વચ્ચે આવે છે અને ગિફ્ટ આપીને જતો રહે છે, પરંતુ વાસ્તવમાં સાન્તા લોકોમાં આટલો લોકપ્રિય કેવી રીતે થયો? સફેદ દાઢીવાળા સાન્તાની વાર્તા 280 ઈસવીસન દરમિયાન તુર્કિમાં શરૂ થઈ હતી. સંત નિકોલસ જરૂરિયાતમંદ અને બીમાર લોકોને મદદ કરવા માટે ફરતા રહેતા હતા. તેણે પોતાની સંપૂર્ણ સંપત્તિ લોકોને મદદ કરવા માટે વાપરી. ધીરે ધીરે, સંત નિકોલસ વિશે દૂર દૂર સુધી ચર્ચા થવા લાગી અને તેની વાર્તાઓ લોકપ્રિય થવા લાગી. જ્યારે સંત નિકોલસનું અવસાન થયું ત્યારે લોકોએ તેનું નામ સાન્તાક્લોઝ રાખ્યું અને આ નામથી તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો. જુદા જુદા સમયના લોકોએ સાંતાને પોતપોતાની રીતે ચિત્રિત કર્યા છે, જેમ કે આજે તેને મોટા પેટવાળા માણસ તરીકે બતાવવામાં આવે છે, પરંતુ કેટલાક ચિત્રોમાં તે આજે આપણે જે જોઈએ છીએ તેવો દેખાતો નથી.

આ પણ વાંચો:  Mumbai local train માં કિન્નરના અનોખા અંદાજે લોકોને મનમોહિત કર્યા, જુઓ Video

સાન્તાનો ડ્રેસ માત્ર લાલ અને સફેદ જ નહોતો પરંતુ તે રંગીન હતો

એક બાજુ આજે આપણે સાન્તાને મોટા પેટવાળા માણસ તરીકે જોઈએ છીએ, 1809માં પ્રકાશિત પુસ્તક "નિકરબોકર્સ હિસ્ટ્રી ઓફ ન્યુ યોર્ક" માં, સાન્તાની છબીને "પાઈપ-સ્મોકિંગ, સ્લિમ આકૃતિ" તરીકે ચિત્રિત કરવામાં આવી હતી. આ સાથે 19મી સદીની કેટલીક તસવીરો દર્શાવે છે કે, સાન્તાનો ડ્રેસ માત્ર લાલ અને સફેદ જ નહોતો પરંતુ તે રંગીન હતો.

કોકા કોલાનો ડ્રેસ થયો ફેમસ

1931 માં, કોકા-કોલાએ હેડન સુંડબ્લોમ નામના કલાકારને તેની ક્રિસમસ જાહેરાતો માટે સાન્તાક્લોઝની તસ્વીરો બનાવવા કહ્યું. સુંડબ્લોમની પેઇન્ટિંગ સાન્તાને મૈત્રીપૂર્ણ અને ગરમ તરીકે દર્શાવે છે, જેમાં ગુલાબી ગાલ, સફેદ દાઢી, આંખમાં ચમક અને તેના ચહેરા પર સ્મિત છે. કલાકારે તેના એક નિવૃત્ત સેલ્સમેન મિત્રના ચહેરા પર સાન્તાનું ચિત્રણ કર્યું હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 'સાન્તા ક્લોઝઃ અ બાયોગ્રાફી'ના લેખકે જણાવ્યું છે કે, કોકા કોલાની જાહેરાતના ડ્રેસ પહેલા પણ સાન્તાનો ડ્રેસ લાલ હતો. તેણે કહ્યું કે, મને લાગે છે કે મોટાભાગના લોકો એવુ માને છે કે, સાન્તાના લાલ અને સફેદ કપડાંમાં કોક કોલાનો હાથ હતો. પરંતુ તે સાચું નથી. સાન્તાનો આ કોસ્ચ્યુમ દાયકાઓ પહેલા નક્કી કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:  China માં ફોટોશૂટ માટે બની રહી છે કુંવારી યુવતીઓ ગર્ભવતી, કારણ સ્તબ્ધ કરી દેશે

Tags :
ChristmasCoca-ColadeliverDressfamousgiftsGujarat Firstpopularred and whiteSaint NicholasSanta ClausStoriesturkey