Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Urfi Javed એ તમામ હદો પાર કરી, કપડા પહેર્યા વિના બનાવ્યો Video

શરમ, લાઝ અને ઘરેણું આ ત્રણેયમાંથી Urfi Javed એ કઇંજ નથી પહેર્યું. આ તો એક ફિલ્મી જોક્સ છે પણ જો ઉર્ફીની વાત આવે તો આ જોક્સ તેના માટે જ હોય તેવું કહેવું ખોટું નહીં હોય. પોતાના બોલ્ડ વિચારો માટે જાણીતી...
urfi javed એ તમામ હદો પાર કરી  કપડા પહેર્યા વિના બનાવ્યો video
Advertisement

શરમ, લાઝ અને ઘરેણું આ ત્રણેયમાંથી Urfi Javed એ કઇંજ નથી પહેર્યું. આ તો એક ફિલ્મી જોક્સ છે પણ જો ઉર્ફીની વાત આવે તો આ જોક્સ તેના માટે જ હોય તેવું કહેવું ખોટું નહીં હોય. પોતાના બોલ્ડ વિચારો માટે જાણીતી અભિનેત્રીએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યો હતો જેમા તેણે કપડા પહેર્યા વિના જોવા મળી હતી. જીહા, તેનો એક વીડિયો બહાર આવ્યો છે જેમા ઉર્ફિએ તેના શરીરની આસપાસ પ્લાસ્ટિકનું દોરડું બાંધ્યું છે. તે તેના શરીરને પ્લાસ્ટિકના દોરડાથી ઢાંકતી જોવા મળી રહી છે.

Advertisement

ઉર્ફી જાવેદે બેશરમીની તમામ હદો પાર કરી

જણાવી દઇએ કે, ઉર્ફી જાવેદ તેના નવા લુક અને સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ દિવસોમાં તેના વિચિત્ર વસ્ત્રો ટ્રેન્ડિંગ બની ગયા છે. એવો કોઈ દિવસ જતો નથી જ્યારે ઉર્ફી જાવેદ હેડલાઈન ન બને. દર વખતની જેમ આ વખતે પણ ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદનો નવો લૂક જોઈ શકાય છે. આ લુક જોઈને ભલભલાના હોશ ઉડી ગયા છે. સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ છે. આ વખતે તેણે બેશરમીની તમામ હદ વટાવી દીધી છે. ઉર્ફિએ તેના શરીરની આસપાસ પ્લાસ્ટિકનું દોરડું બાંધ્યું છે. તે તેના શરીરને પ્લાસ્ટિકના દોરડાથી ઢાંકતી જોવા મળી રહી છે. ઉર્ફીના આ ન્યૂડ મેક-અપ અને વિચિત્ર દેખાવે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. આ વીડિયો શેર કરવાની સાથે ઉર્ફીએ કેપ્શનમાં દોરડાનું ઈમોજી શેર કર્યું છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Advertisement

ઉર્ફીએ તેના શરીર પર કપડા સૂકવવાનું દોરડું બાંધ્યું

ઉર્ફી જાવેદનો આ નવા વીડિયોને તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફીએ તમામ હદો પાર કરી દીધી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફીએ કોઈપણ કપડા પહેર્યા વગર તેના શરીર પર કપડા સૂકવવાનું દોરડું વીંટાળ્યું છે. તેણે પોતાના હાથથી આગળનો ભાગ ઢાંકી દીધો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એનિમલનું ગીત વાગી રહ્યું છે. ઉર્ફીએ માત્ર મેક-અપના નામે લિપસ્ટિક લગાવી છે અને તેના વાળ ઢાંક્યા છે. જણાવી દઈએ કે આ પોસ્ટ પર ફેન્સ તરફથી ઘણી પ્રતિક્રિયા આવી રહી છે.

યુઝર્સની આવી પ્રતિક્રિયા

ઉર્ફી જાવેદનો નવો વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, 'મારે સ્વીકારવું પડશે કે તમે ક્રિએટિવિટીમાં એક્સપર્ટ છો' જ્યારે બીજાએ કહ્યું, 'હવે લોકો કપડાં શેના પર સૂકવશે?' તો એક યુઝરે કહ્યું, આ બહુ થયું, ઘણું બધું થઈ ગયું, હજુ પણ તમને શાંતિ નથી. જણાવી દઈએ કે ઉર્ફી આ દિવસોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. તેની પોતાની કપડાની બ્રાન્ડ પણ આવવા લાગી છે. આ સાથે, તે તેના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે, તે ટૂંક સમયમાં ફેન્સને તેના નવા કામ વિશે જણાવશે.

આ પણ વાંચો - ચાલુ વર્ષે સોશિયલ મીડિયા પર આ છોકરીનો વીડિયો સૌથી વધુ વાર જોવાયો! જાણો એવું તો શું છે ખાસ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×