Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan માં આવેલા આ મંદિરનું પાણી પીવાથી મુર્છિત થયા હતાં પાંડવો!

Katas Raj temple નું પાણી પીવાથી 4 પાંડવો કેમ મુર્છિત થયા? મંદિર આજે પણ Katas Raj temple ના નામે પણ ઓળખાય છે પ્રશ્નોના જવાબ આપીને યુધિષ્ઠિરે 4 પાંડવોને પાછા જીવિત કર્યા Pakistan Katas Raj temple : કુરુક્ષેત્રમાં થયેલા ધર્મ...
pakistan માં આવેલા આ મંદિરનું પાણી પીવાથી મુર્છિત થયા હતાં પાંડવો
  • Katas Raj temple નું પાણી પીવાથી 4 પાંડવો કેમ મુર્છિત થયા?
  • મંદિર આજે પણ Katas Raj temple ના નામે પણ ઓળખાય છે
  • પ્રશ્નોના જવાબ આપીને યુધિષ્ઠિરે 4 પાંડવોને પાછા જીવિત કર્યા

Pakistan Katas Raj temple : કુરુક્ષેત્રમાં થયેલા ધર્મ યુદ્ધના નામે થયેલા મહાભારત બાદ યક્ષ-યુધિષ્ઠિર નામનો પ્રસંગ જોવા મળે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 5 પાંડવ પૈકી 4 પાંડવ એક તળાવનું પાણી પીવાથી મુર્છિત થયા હતાં. પરંતુ તમે જાણો છો કે, આ તળાવ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અને ખાસ વાત એ છે કે, આ તળાવ આપણા પાડોશી દેશ Pakistan માં આવેલું છે. તે ઉપરાંત આ તળાવના કિનારે એક પ્રાચીન મહાદેવનું મંદિર આવેલું છે. તે ઉપરાંત કહેવામાં આવે છે કે , આ તળાવ મહાદેવ શંકરના આંસુઓથી નિર્માણ પામ્યું હતું.

Advertisement

Katas Raj temple નું પાણી પીવાથી 4 પાંડવો કેમ મુર્છિત થયા?

પુરાણોમાં લખવામાં આવ્યું છે કે, એકવાર ભગવાન શંકર અને દેવી સતી Katas Raj નામના સ્થળ પર નિવાસ કરતા હતાં. તો આજના સમયમાં Katas Raj temple એ Pakistan માં સ્થિત છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન દેવી સતીને ના પાડ્યા હોવા છતાં, જ્યારે તેઓ પિતાના યજ્ઞામાં જતા રહ્યા હતાં. ત્યારે તેમનું ઘણું અપમાન થયું હતું. તો દેવી સતી પોતાના પતિ મહાદેવનું અપમાન સહન કરી શકી ન હતી. ત્યારે દેવી સતીએ ક્રોધિત થઈને પોતાનો જીવ અગ્નિકુંડમાં નાખી દીધો હતો. તો આ વાતની જાણ જ્યારે મહાદેવને થઈ હતી, ત્યારે ઘણા દુ:ખી થયા હતાં. ત્યારે તેઓ રડવા પણ લાગ્યા હતાં. અને તેથી Katas Raj temple માં આ તળાવનું નિર્માણ થયું હતું.

Advertisement

મંદિર આજે પણ Katas Raj temple ના નામે પણ ઓળખાય છે

દેવોના દેવ મહાદેવના આંસુઓથી નિર્માણ પામેલા તળાવનું નામ કટાક્ષ કુંડ કહેવામાં આવે છે. તે ઉપરાંત આ મંદિરની ચોતરફ ભગવાના શિવ મંદિરના અવશેષો આવેલા છે. તે ઉપરાંત આ મંદિર આજે પણ Katas Raj temple ના નામે પણ ઓળખવામાં આવે છે. તો મહાભારતના જણાવ્યા અનુસાર, જીવનમાં બધુ જ હારી ગયા બાદ, જ્યારે પાંડવો અને દ્રોપદી જંગલમાં પોતાનો સમય પસાર કરી રહ્યા હતાં. ત્યારે તેઓ ચાલતા-ચાલતા આ Katas Raj temple ની આસપાસ પહોંચ્યા હતાં. તો જ્યારે દ્રોપદીને તરસ લાગી હતી, ત્યારે તેઓ કટાક્ષ કુંડમાં પાણી ભરવા માટે આવ્યા હતાં. પરંતુ ત્યારે આ તળાવ પર યક્ષનું રાજ હતું. અને પાંડવો યક્ષના પ્રશ્નોનો જવાબ આપ્યા વગર તેઓ તળાવમાંથી પાણી ભરીને લઈ ગયા હતાં.

Advertisement

પ્રશ્નોના જવાબ આપીને યુધિષ્ઠિરે 4 પાંડવોને પાછા જીવિત કર્યા

તો 4 પાંડવો આ તળાવનું પાણી પીવાથી મુર્છિત થયા હતાં. ત્યાર પછી જ્યારે પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર અન્ય 4 પાંડવોની શોધમાં તળાવની આસપાસ આવ્યા હતાં. ત્યારે તેમણો પાંડવોને મુર્છિત અવસ્થામાં જોયા હતાં. પરંતુ તળાવ પાસે આવેલા યક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપીને યુધિષ્ઠિરે 4 પાંડવોને પાછા જીવિત કર્યા હતાં. જે બાદ યક્ષના આર્શિવાદ પ્રાપ્ત કરીને પાંડવો પોતાની સાથે આ પાણી ભરીને દ્રોપદી માટે લઈ ગયા હતાં.

આ પણ વાંચો: પાક. માં 5000 વર્ષ જૂનુું શિવ મંદિર જોવા મળ્યું, જુઓ વીડિયો

Tags :
Advertisement

.