Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

7 રાજ્ય અને 15 પત્ની, નરાઘમ પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધીને....

આરોપી મહિલાઓને કાવતરું ઘડીને પ્રેમના જાળમાં ફસાવતો મહિલાઓની સાથે લગ્ન કરીને તેમની પાસે લાખો પડાવતો મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવી વીડિયો બનાવતો Odisha Man Marries 15 Women : ઓડિશામાં 43 વર્ષના એક વ્યક્તિની ઘરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી...
7 રાજ્ય અને 15 પત્ની  નરાઘમ પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધીને
  • આરોપી મહિલાઓને કાવતરું ઘડીને પ્રેમના જાળમાં ફસાવતો
  • મહિલાઓની સાથે લગ્ન કરીને તેમની પાસે લાખો પડાવતો
  • મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવી વીડિયો બનાવતો

Odisha Man Marries 15 Women : ઓડિશામાં 43 વર્ષના એક વ્યક્તિની ઘરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. આ વ્યક્તિએ 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતાં. ખાસ વાત એ છે કે, આ વ્યક્તિએ દેશના વિવિધ 7 રાજ્યોમાં મહિલાઓને શિકાર બનાવી હતી. તે ઉપરાંત પુરુષે આ તમામ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાના વીડિયો પણ બનાવ્યા હતાં. અને આ વીડિયો બનાવીને તે મહિલાઓને blackmail કરતો હતો. જે બાદ એક ફરિયાદના આધારે આ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે.

Advertisement

આરોપી મહિલાઓને કાવતરું ઘડીને પ્રેમના જાળમાં ફસાવતો

આ વ્યક્તિનું નામ બિરચી નારાયણ નાથ છે. આ વ્યક્તિની ઘણા વર્ષો પહેલા એક મહિલા સાથે લગ્ન થયા હતાં. જે બાદ મહિલાએ તેને છૂટાછેડા આપી દીધા હતાં. જે બાદ આ વ્યક્તિ વિધવા મહિલાઓને કાવતરું ઘડીને પોતાના પ્રેમના જાળમાં ફસાવતો હતો. ત્યારબાદ તેમની સાથે લગ્ન કરતો હતો. તે ઉપરાંત નારાયણ નાથના પહેલી પત્નીથી બે બાળકો પણ છે. તો જ્યારે તે કોઈ મહિલાને મળતો હતો, ત્યારે કોઈ સરકારી અધિકારી, આયકર વિભાગનો અધિકારી કે પછી ભારતીય સૈન્ય દળમાં કામ કરે છે. તેવા પ્રલોભન આપીને મહિલાઓને પોતાના પ્રેમના જાળમાં ફસાવતો હતો.

આ પણ વાંચો: લગ્નના 40 દિવસ બાદ પત્નીએ માગ્યા છૂટાછેડા, પતિની આ ખરાબ આદતોથી

Advertisement

મહિલાઓની સાથે લગ્ન કરીને તેમની પાસે લાખો પડાવતો

તો આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે એક મહિલાએ ગત દિવસોમાં બિરંચી નારાયણ નાથની વિરુદ્ધ blackmail અંગે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ મહિલાના પતિનું વર્ષ 2022 માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જે બાદ મહિલાએ વર્ષ 2023 માં લગ્ન કરવા માટે પતિની શોધ શરું કરી હતી. ત્યારે નારાયણ નાથ સાથે તેનો પરિચય થયો હતો. ત્યારે નારાયણ નાથે મહિલાને તે રેલવેમાં કર્મચારી છે, તે વાતનો વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ મહિલાના પરિવાર સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન નારાયણ નાથે વીડિયો કોલના મારફતે મહિલાના નગ્ન વીડિયો બનાવ્યા હતાં. મહિલાના ઘરમાં અનેકવાર બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતાં. ત્યારબાદ નારાયણ નાથે આ ઘટનાના વીડિયો બનાવી મહિલા પાસે 5 લાખ રૂપિયાની માગ કરી હતી.

Advertisement

મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવી વીડિયો બનાવતો

જે બાદ મહિલાએ કંટાળીને આ અંગે પોલીસમાં ફરિયાદન નોંધાવી હતી. ત્યારે પોલીસે નારાયણ નાથને પકડી પાડ્યો હતો. તો પોલીસે જ્યારે નારાયણ નાથની પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. તે ઉપરાંત તેની પાસેથી અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાના વીડિયો મળી આવ્યા હતાં. આ તમામ મહિલાઓની પાસેથી તે પૈસા પડાવતો હતો. તેના ફોન રેકોર્ડમાંથી માલૂમ પડ્યું છે કે, તેણે કુલ 15 મહિલાઓ સાથે આ પ્રકારે પૈસા પાડાવ્યા છે.

આ પણ વાંચો: અભિનેત્રી કબૂલ્યું કે, મને કેમેરા સામે નગ્ન થવામાં આવે છે મજા

Tags :
Advertisement

.