ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ વર્ષે લગ્ન સીઝનમાં 48 લાખ લગ્નને કારણે આશરે 6 લાખ કરોડનો થશે ફાયદો

આ વખતે લગ્નોમાં મોટાભાગે ભારતીય સામાનનો ઉપયોગ થશે ગત વર્ષે લગભગ 4.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો 1.5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે November-December wedding : October ની શરૂઆત થતાની સાથે જ તહેવારોની સીઝનનું પણ આગમન થઈ...
04:14 PM Oct 02, 2024 IST | Aviraj Bagda
November-December wedding season is expected to see nearly 48 lakh weddings

November-December wedding : October ની શરૂઆત થતાની સાથે જ તહેવારોની સીઝનનું પણ આગમન થઈ ચૂક્યું છે. ત્યારે હાલમાં સૌ પ્રથમ ભારતવાસીઓ નવરાત્રીની નવલી રાતોમાં મગન થયેલા જોવા મળે છે. તો દિવસભર ક્યા રાત્રે કયા કપડા પહેરવાની પાર્ટી પ્લોટમાં રાસ રમવા માટે જવું તેની મથામણ કરતા હોય છે. તો આ વખતે ગુજરાતમાં નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના અંતર્ગત ખેલૈયાઓ નવરાત્રીના દિવસો દરમિયાન રાતથી લઈને પરોઠ સુધી ગરબા રમી શકે છે.

આ વખતે લગ્નોમાં મોટાભાગે ભારતીય સામાનનો ઉપયોગ થશે

નવરાત્રી પૂર્ણ થયા ગયા બાદ, દિવાળી આવી જશે. અને ત્યાર બાદ Wedding season શરું થશે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર 2024 દરમિયાન લગભગ 48 લાખ લગ્નો થવાના છે. તેના અંતર્ગત લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. ભારતીય અર્થવ્યવસ્થા અને ઉદ્યોગપતિઓને આ વર્ષની Wedding season થી બહોળો ફાયદો થઈ શકે છે. તે ઉપરાંત ઉદ્યોગપતિઓને આશા છે કે આ વખતે લગ્નોમાં મોટાભાગે ભારતીય સામાનનો ઉપયોગ થશે.

આ પણ વાંચો: આ અભિનેત્રી બ્રેકઅપ માટે અન્ય પુરુષો અને યુવકો સાથે સેક્સ કરતી હતી!

ગત વર્ષે લગભગ 4.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો

12 નવેમ્બર 2024 થી Wedding season શરૂ થશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) મુજબ, આ વર્ષે Wedding season માં ગુડ્સ અને સર્વિસ રિટેલ સેક્ટરમાં લગભગ રૂ. 5.9 લાખ કરોડનો બિઝનેસ થઈ શકે છે. ગત વર્ષે લગભગ 35 લાખ લગ્નોને કારણે કુલ 4.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. વર્ષ 2023 માં લગ્ન માટે 11 શુભ મુહૂર્ત હતાં, જે આ વર્ષે લગ્ન માટે 18 શુભ મુહૂર્તો છે. તેથી આ વર્ષે રિટેલ ખરીદી અને વેચાણમાં વિકાસ થવાના કારણે દેશની આર્થિક સંપત્તિમાં પણ વધારો થવાનો છે.

1.5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે

CAT અનુસાર, આ Wedding season માં એકલા દિલ્હીમાં જ 4.5 લાખ લગ્નોથી 1.5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. આ વર્ષે Wedding season 12 નવેમ્બર દેવ ઉત્થાની એકાદશીથી શરૂ થશે અને 16 ડિસેમ્બર સુધી ચાલશે. નવેમ્બરમાં શુભ તારીખો 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28 અને 29 છે. જ્યારે ડિસેમ્બરમાં શુભ તારીખો 4, 5, 9, 10, 11, 14, 15 અને 16 છે. આ પછી લગ્નના કાર્યક્રમો લગભગ એક મહિના માટે બંધ થઈ જશે અને જાન્યુઆરીના મધ્યથી માર્ચ 2025 સુધી ફરી શરૂ થશે.

આ પણ વાંચો: 61 વર્ષની મહિલાએ પોતાની ફિટનેસથી બ્રિટેનથી ભારતને કર્યું ગાંડું, જુઓ....

Tags :
Destination Weddingsfestive seasonGujarat FirstHoliday SeasonIndian EconomyIndian Tech StartupsIndian wedding industryIndian Wedding StartupsIndian weddingsNovember-DecemberNovember-December weddingstartup opportunitiesWeddingwedding businesswedding marketwedding planningwedding seasonwedding tech startupswedding trends
Next Article