જાણો... નીરજ ચોપરા મેચ પહેલા બેગમાં કેટલી વસ્તુઓ રાખે છે
Neeraj Chopra એ તેના Bag માંથી રહસ્યો ઉજાગર કર્યા
આટલી વસ્તુઓ Neeraj Chopra એ પોતાના Bag માંથી નીકાળી
આગલી વખતે ગોલ્ડ મેડલ જીત્યા વિના ઘરે પરત નહીં ફરે
Neeraj Chopra Video: ભારતીય ખેલાડી Neeraj Chopra હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. Neeraj Chopra એ હાલમાં જ Olympic 2024 માં સિલ્વર મેડલ જીત્યો છે, અને સમગ્ર દેશમાં તેની પ્રશંસા થઈ રહી છે. Neeraj Chopra એ Olympic 2024 માં સિલ્વર જીતવા માટે વર્ષો સુધી મહેનત કરી છે અને નિયમિત કસરત, યોગ્ય આહાર અને ભાલા ફેંકની મહત્તમ અભ્યાસ કરીને આજે આખી દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે.
Neeraj Chopra એ તેના Bag માંથી રહસ્યો ઉજાગર કર્યા
પણ વિચારવા જેવી વાત એ છે કે જ્યારે પણ તમે નીરજને જોશો તો તેની સાથે એક નાનકડી Bag જોશો. આ Bag જોઈને તમારા મનમાં પણ એક જ સવાલ આવ્યો હશે કે જો આ Bag માં આખરે છે શું? તેની Bag માંથી જે વસ્તુઓ નીકળી તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નીરજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નીરજ તેની Bag ખોલીને તેમાં રાખેલી વસ્તુઓ વિશે માહિતી આપી રહ્યો છે.
આ પણ વાંચો: Paris Olympic 2024 : વિનેશ ફોગાટ મામલે ફરી નિરાશા! જાણો ક્યારે આવશે CASનો નિર્ણય
View this post on Instagram
આટલી વસ્તુઓ Neeraj Chopra એ પોતાના Bag માંથી નીકાળી
સૌથી પહેલા તેણે પોતાની Bag માંથી રોલર કાઢ્યું. આ રોલરનો ઉપયોગ કસરત શરૂ કરતા પહેલા વોર્મિંગ અપ માટે થાય છે. પછી Neeraj Chopra એ રબર બેન્ડ, ટી-શર્ટ, પાણીની બોટલ, બેક બેલ્ટ (ભારે તાલીમ દરમિયાન પીઠ પર દબાણ ઘટાડવા માટે આ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે), સ્નાયુઓને છૂટા કરવા માટે એક બોલ, હેડફોન અને ગ્લોવ્સ નીકળતો જોવા મળ્યો છે. Neeraj Chopra આ વર્ષના Olympic 2024 માં પણ ગોલ્ડ મેડલ જીતશે તેવી અપેક્ષા હતી. પરંતુ પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમાને તેના કરતા લાંબો ભાલા ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આગલી વખતે ગોલ્ડ મેડલ જીત્યા વિના ઘરે પરત નહીં ફરે
પરંતુ Olympic 2024 માં ભારતે કેટલા મેડલ જીત્યા છે. તે જોતા કહી શકાય કે નીરજનો સિલ્વર મેડલ ગોલ્ડથી ઓછો નથી. પરંતુ ટૂર્નામેન્ટ બાદ નીરજે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે ભારતીયોની માફી માંગી હતી. કારણ કે તે ગોલ્ડ મેડલ જીતી શક્યો ન હતો. પરંતુ તેણે તેના ચાહકોને વચન આપ્યું છે કે તે વધુ મહેનત કરશે અને આગલી વખતે ગોલ્ડ મેડલ જીત્યા વિના ઘરે પરત નહીં ફરે.
આ પણ વાંચો: Arshad Nadeem ને મળતી ભેટ જોઈને ભારતીયો બોલ્યા કે આવી....