દુનિયાના સૌથી ખતરનાક વિમાનમાં મુસાફરી કરતો યુવક, જુઓ Video
Ali Khan નામના યુવકે Pakistan Airlines વીડિયો કર્યો શેર
Pakistan Airlines ની ખામીઓનો એક વીડિયો વાયરલ
Pakistan Airlines ને મોટાભાગના દેશમાં રદ કરવામાં આવી
Pakistan International Airlines video: આ આધુનિક દાયકામાં દરેક લોકો સમયને બચાવવાના વિવિધ તરીકાઓ અપનાવતા હોય છે. જેથી કરીને તેમના અન્ય કામમાં તેઓ વધુ સમય આપી શકે. ત્યારે અમુક વર્ગના લોકો એક દેશથી બીજા શહેર કે પછી દેશમાં જવા માટે વિમાનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. તો વિશ્વમાં એવી ઘણી Airlines છે. જે વિમાનમાં મુસાફરી દરમિયાન ઘર જેવી સુવિધા આપે છે. તેમાં આંતરરાષ્ટ્રીય Emirates Airlines ઉપરાંય Europe ની વિવિધ Airlines નો સમાવેશ થાય છે. તે ઉપરાંત આ યાદીમાં ભારતની પણ અનેક Airlines નો સમાવેશ કરવામાં આવે છે.
Ali Khan નામના યુવકે Pakistan Airlines વીડિયો કર્યો શેર
પરંતુ Airlines માં પણ અનેક એવી Airlines ના વિમાન હોય છે. જે મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે. તે ઉપરાંત સુવિધામાં પણ કાપ મૂકે છે. ત્યારે આવી Airlines માં પાકિસ્તાનની Pakistan International Airlines નો સમાવેશ થાય છે. જોકે Pakistan International Airlines ને લઈ અનેકવાર વિવિધ દેશના વ્યક્તિઓ મુસાફરી અંગે પ્રતિક્રિયા આપતા હોય છે. જેમાં તેઓ Pakistan International Airlines ની ખામીઓ ગણાવતા હોય છે.
આ પણ વાંચો: દુલ્હને જાનૈયાઓ માટે પ્રશ્નપત્ર તૈયાર કરાવ્યું, સાચો જવાબ આપનારને....
Pakistan Airlines ની ખામીઓનો એક વીડિયો વાયરલ
ત્યારે એક વ્યક્તિએ Pakistan International Airlines માં મુસાફરી દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો @alinadeemkhn પરથી શેર કરવામાં આવ્યો છે. જોકે આ વીડિયો Ali Khan નામના યુવકે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તે ઉપરાંત @alinadeemkhn એ એક પ્રવાસી અને કંટેન્ટ ક્રિએટર છે. ત્યારે તેમે વીડિયાના માધ્યમથી Pakistan International Airlines ની ખામીઓ વર્ણવી છે. તેણે વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, લાંબા સમયબાદ Pakistan International Airlines માં મુસાફરી કરવાનો સમય મળ્યો છે.
Pakistan Airlines ને મોટાભાગના દેશમાં રદ કરવામાં આવી
Ali Khan વધુમાં જણાવ્યું કે, Pakistan International Airlines ને દુનિયાના મોટાભાગના દેશમાં રદ કરવામાં આવી છે. કારણ કે... તેમાં મુસાફરો સુરક્ષાનો અભાવનું વર્ણન કરે છે. વિમાનમાં જ્યારે હું ગયો હતો, ત્યારે બેસવા માટેની સીટની હાલત ખુબ જ ખરાબ હતી. તે ઉપરાંત સામાન મૂકવા માટેના સ્થાનને ટેપથી બંદ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વીડિયોને કુલ 7 લાખ લોકોએ નિહાળ્યો છે. તે ઉપરાંત આ વીડિયોમાં દરેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો: શૌચક્રિયા દરમિયાન પુરુષને ગુદા માર્ગે કરડ્યો સાપ, જુઓ Video