નોકરી પર Boss જો આ પ્રકારનું વર્તન કરે, તો તુરંત નોકરી છોડી દો!
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિની પોસ્ટ વાયરલ
Varunram Ganesh ની વિરુદ્ધમાં કોમેન્ટ કરવામાં આવી
અનેક ભારતીયો Job માટે વલખા મારતા હોય છે
Job Viral Post: બેરોજગાર વ્યક્તિ Job કેવી રીતે મેળવી શકે છે. તેને લઈને સોશિયલ મીડિયા અને અસલ જીવનમાં અનેક પ્રકારની સલાહ આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક વ્યક્તિએ સલાહા આપી છે કે, જો Job પર કર્મચારી સાથે માલિક આ પ્રકારનું વર્તન કરે, તો તાત્કાલિક ધોરણે માલિકને અલવિદા કહી દેવું જોઈએ. જોકે એક વ્યક્તિએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વાતની માહિતી જાહેર કરી છે. પરંતુ અનેક લોકો તેની આ પોસ્ટના કારણે તેના વિરુદ્ધ હોબાળો કરી રહ્યા છે.
અનેક ભારતીયો Job માટે વલખા મારતા હોય છે
જોકે આ પોસ્ટ અમેરિકામાંથી વાયરલ કરવામાં આવી છે. પરંતુ આ પોસ્ટ અમેરિકામાં રહેલા ભારતીય મૂળના વ્યક્તિ Varunram Ganesh એ કરી છે. Varunram Ganesh એ પોસ્ટ કરતા લખ્યું છે કે, અનેક ભારતીયો Job માટે વલખા મારતા હોય છે. તો અનેક લોકો અન્ય Jobની શોધમાં હોય છે. ત્યારે પસંદગીની Job અને કંપનીની શોધ કરવાનો મુખ્ય રસ્તો એ છે કે, એવા માલિક અથવા મેનેજરની હેઠળ કામ કરવાનું પસંદ કરો, જે ખડખડાટ રીતે અંગ્રેજી બોલી શકતા હોય.
આ પણ વાંચો: University માંથી યુવક-યુવતીનો ચુંબન કરતો વીડિયો આવ્યો સામે, જુઓ વીડિયો
આ વાતની પુષ્ટિ તમે Interview દરમિયાન કરી શકો છો
જોકે Varunram Ganesh એ વધુમાં લખ્યું છે કે, આ વાતની પુષ્ટિ તમે Interview દરમિયાન કરી શકો છો, જ્યારે તમારો બોસ કે પથી કંપનીનો મેનેજર તમારી સાથે વાર્તાલાપ કરી રહ્યો હોય. જો તમારી સાથે વાત કરતા વારંવાર હિન્દી શબ્દોનો કે પછી હિન્દી વાક્યોમાં વાત કરે છે, ત્યારે તમારે વિનમ્રતા સાથે Job માટે ના કહેવી જોઈએ. કારણ કે... ભવિષ્યને લઈને આ નિર્ણય તમારા માટે ઘણો મુશ્કેલ સાબિત થઈ શકે છે. જોકે તેમની આ પોસ્ટ અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.
Varunram Ganesh ની વિરુદ્ધમાં કોમેન્ટ કરવામાં આવી
પરંતુ મોટાભાગે આ પોસ્ટના નીચે કોમેન્ટ સેક્શનમાં ભારતીય દ્વારા Varunram Ganesh ની વિરુદ્ધમાં કોમેન્ટ કરવામાં આવી રહી છે. અનેક લોકો Varunram Ganesh ની વાતને ભારત જેવા દેશ માટે નકારી કાઢી નાખી છે. તે ઉપરાંત તેની મજાક પણ ઉડાવી છે. તો એક વ્યક્તિએ લખ્યું છે કે, સીધી રીતે કહો ને કે તમને હિન્દી ભાષા પસંદ નથી. તો અન્ય વ્યક્તિએ લખ્યું કે, સલાહ તો આપી દીધી પરંતુ આ કેમ કરવાનું અને તેની પાછળનું તર્ક શું છે?
આ પણ વાંચો:Women's Expenses: પુરુષો કરતા મહિલાઓ અંગત જરૂરિયાત પાછળ વધુ ખર્ચ કરે છે!